• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સાત ગોલ્ડ મેડલ મેળવનાર ડીસાની શ્ર્વેતા ખત્રીનું શુભેચ્છક વર્તુળ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન*

દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના વેટરનરી વિભાગમાં અભ્યાસ કરતી ડીસાની અતિ તેજસ્વી દીકરી શ્ર્વેતા ખત્રીએ 16 મા દિક્ષાંત સમારોહમાં સાત ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ખત્રી સમાજ,ડીસા નગર ઉપરાંત બનાસકાંઠા જીલ્લાના ગૌરવમાં વિશેષ વૃધ્ધિ કરેલ છે.દાંતીવાડા યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર ડો.આર.એમ.ચૌહાણ તથા આઈ.સી.એ.આર.દીલ્હી ના ડેપ્યુટી ડાયરેકટર ડો.એ.કે.સિંઘના સાનિધ્યમાં યોજાયેલ આ સમારોહમાં શ્ર્વેતાને તેની ઉજ્જવળ કારર્કીદી બદલ સાત જેટલા ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી.આ શુભ અવસરે ગુજરાતના નામદાર રાજ્યપાલશ્રીએ પણ વીડિયો કોલથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો..

શ્ર્વેતા ખત્રીની આ જાજરમાન સિધ્ધિથી બનાસ સાહિત્ય કલા સંઘ અને શુભેચ્છક વર્તુળ ડીસાએ પણ અનહદ રાજીપો વ્યકત કરી તેના નિવાસસ્થાને જઈ અભિનંદન આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સર્વ મફતભાઈ મોદી,નાથાલાલ ખત્રી,ભગવાનભાઈ બંધુ,રાજુભાઈ નાઈ,જયેશભાઈ દેસાઈ,ચંદુભાઈ એટીડી,ચારુબેન ઠકકર સહિત સૌએ શ્ર્વેતાનું અભિનંદન પત્ર તેમજ પુસ્તકોથી સન્માન કરી શુભેચ્છા આપી હતી.શ્ર્વેતાના માતાપિતા પ્રદીપભાઈ ખત્રી તેમજ જયમીનીબેન અને કાકાકાકી કેતનભાઈ ખત્રી તેમજ પિયુષાબેને પણ શ્ર્વેતાના સન્માન બદલ રાજીપો વ્યકત કરી સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી વ્યકત કરી હતી.શ્ર્વેતા ખત્રી પ્રારબ્ધ કરતાં પુરુષાર્થને વધારે મહત્વ આપે છે અને તેના પરિણામ સ્વરૂપ તેને આ સિધ્ધિ હાંસલ થઈ છે.બનાસ સાહિત્ય કલા સંઘના પ્રમુખ કનુભાઈ આચાર્યે શ્ર્વેતાને ટંલિફોનીકલી શુભેચ્છા પાઠવી હતી..

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ અને ટંકારા પોલીસ સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત (સિમ્કો ગૃપ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૯૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં રાજ્યસભા ના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા સાહેબ ની પ્રેરક ઉપસ્થિતી*

editor

Leave a Comment