• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : વ્હિસ્કી, જીનના 53000 હજારના મુદ્દામાલ સાથે બે ઝડપાયા*

એલસીબી ટીમે જુદી જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલો, ચપલા મળી 53,000 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને દબોચ્યા

મોરબી : મોરબી એલસીબી ટીમે આજે જેતપર ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી વાઇનશોપમાં મળતી હોય તેવી જુદી-જુદી બ્રાન્ડની વ્હિસ્કી, જીનની બોટલ અને ચપલા સાથે બે શખ્સોને દબોચી લીધા હતા.

 

એલસીબી પેરોલ ફર્લો સ્કવૉડના પો.હેડ કોન્સ. જયવંતસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રાને મળેલી બાતમી મળી હતી કે, જેતપર ગામે રહેતા કિશોરભાઇ બચુભાઇ કોળી તથા કરણભાઈ ગોરધનભાઈ મકવાણા રહે. જેતપર વાળાઓએ ભાગીદારીમાં અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે મંગાવી રહેણાંક મકાનમાં છુપાવી તેનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા દેરોડો પાડ્યો હતો.

 

રેઇડ દરમિયાન અંગ્રેજીદારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ 65 તથા નાના ઘમલાઓ નંગ170મળી કુલ રૂપિયા 53 હજારના મુદ્દામાલ સાથે બન્ને આરોપીને ઝડપી લઇ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.      દરોડાની આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પો.હેડ કોન્સ. સંજયભાઇ મૈયડ,ચંદુભાઈ કાણોતરા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ મિયાત્રા, ભરતભાઇ જીલરીયા, હરેશભાઈ સરવૈયા વગેરેએ કરી હતી.

Related posts

*HELLO MORBI: કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે*

editor

*HELLO MORBI:ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પી.જી.ગ્લાસ કંપનીમાં લુટ / ધાડ પાડવા સારૂ ગુન્હાહિત અપપ્રવેશ કરી ત્રણ સીકયુરીટીના મોત નિપજાવનાર નાસતા ફરતા આરોપીને પકડી પાડતી* *ક્રાઈમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી*

editor

*HELLO MORBI: પડધરી: હર ઘર તિરંગા રેલીનું આયોજન કરાયું*

editor

Leave a Comment