• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સામાકાંઠે કેસરબાગમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના બનાવટી ભારતીય ચલણી નોટોના બે ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ*

મોરબી સામાકાંઠે કેસરબાગમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના બનાવટી ભારતીય ચલણી નોટોના બે ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ મોરબી,
તા.૦૨/૦૫/૨૦૨૩ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા,ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.મોરબીના તમામ કર્મચારીઓ કાર્યરત હતા એ દરમિયાન પોલીસ હેડ કોન્સટેબલ જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ આશિફભાઇ રહીમભાઇ રાઉમાનાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, (૧) સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૭૨૨૦૩૭૨૪૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૪૮૯બી, ૪૮૯સી. ૧૧૪ મુજબના ગુન્હાના તથા (૨) જોરાવરનગર ગુ.ર.નં.૧૧૨૧૧૦૨૫૨૨૦૧૬૩/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૪૮૯સી વિ. મુજબના બન્ને ગુન્હાના કામે આરોપી યુનીશ અલીમહંમદભાઇ ભટ્ટી જાતે મીયાણા રહે. કાજરડા તા.માળીયા જી.મોરબીવાળો ઉપરોક્ત ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને હાલમાં મોરબી સામાકાંઠે આવેલ કેશરબાગની અંદર જાડ નીચે બેઠેલ હોય અને તેને શરીરે સફેદ કલરનો જીણી ડિઝાઇન વાળો આખીબાયનો શર્ટ તથા કોફી કલરનુ પેન્ટ પહેરલ છે, તેવી મળેલ બાતમી આધારે સરહદુ જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી કરવા મોરબી સીટી બી ડીવી.પોલીસ સ્ટેશનને સોપેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ
યુનીશ ઉર્ફે જુનશ અલીમહંમદભાઇ ભટ્ટી જાતે મીયાણા ઉ.વ.૪૫ ધંધો મજુરી રહે કાજરડા તા.માળીયા જી. મોરબી
પકડાયેલ આરોપી વિરૂધ્ધના ગુન્હોઓ :-
(૧) સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૭૨૨૦૩૭૨/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૪૮૯બી, ૪૮૯સી. ૧૧૪ વિ.મુજબ
(૨) જોરાવરનગર ગુ.ર.નં.૧૧૨૧૧૦૨૫૨૨૦૧૬૩/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૪૮૯સી વિ.મુજબ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા એસ.ઓ.જી.ના કર્મચારીઓ પૈકી એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર, તથા પો.હેડ.કોન્સ. જુવાનસિંહ રાણા, મુકેશભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ પરમાર, સતીષભાઇ ગરચર તથા પો.કોન્સ. આશિફભાઇ રાઉમા, ભાવેશભાઇ મીંયાત્રા, કમલેશભાઇ ખાંભલીયા, સામતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ, અશ્વિનભાઇ લોખીલ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કુનડ: જોડીયાના કુનડ ગામે કુંડલીયા હનુમાનજીના મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાય*

editor

*HELLO MORBI: હળવદમાં મુસ્લિમ મોમીન સમાજના અબ્દુલભાઈ બાદીનું ભાજપે પક્ષના સક્રિય કાર્યકર ની કામગીરીને પારખી ને કર્યું સન્માન*

editor

*HELLO MORBI NEWS:પડધરીના રાદડગામની કીમતી જમીન સંદર્ભે દાવા અરજી નામંજૂર કરતા પડધરી સિવિલ જજસાહેબ*

editor

Leave a Comment