• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ગામના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવા રજૂઆત કરો ની અપીલ કરતા હેમલ ગીરી ગોસ્વામી*

જોડિયા ગામ ના એક આગેવાનશ્રી હેમલપરી મગનપરી ગોસ્વામી દ્વારા જોડિયા ગામના પ્રાણ પ્રતિષ્ઠા જેવા ખાસ સવાલો ઉભા થયા છે. તેને વાચા આપવા માટે ન્યૂઝ પેપર ના માધ્યમથી જોડિયા ગામ ના તમામ નાગરિકો માટે આગળ આવી ને ગામના હીત માટે રજુઆત કરે છે. જેમાં જોડિયા ગામે છેલ્લા 6 મહિના થી ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઈટ બંધ છે. અને ગામ આખા માં ગંદકી ગંદકી જ છે. સફાઈ ના અભાવે ગ્રામજનોમાં ઘરે ઘરે બીમારી ના ખાટલા જોવા મળે છે.અને ગામની ભૂગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર આવી ગયા છે. અને તે ખરાબ પાણીમાંથી ચાલી ને જવું પડે છે. અને હાલમાં દેશભરમાં કોરોના ની ભયંકર બીમારી ચાલી રહી છે. ત્યારે સામાન્ય માણસ પાસે જીવન નિર્વાણ માટે કયા ને કયા થી પેટનો ખાડો પુરવા માટે મહેનત કરવી પડે ત્યારે મહેનત પણ બંધ હાલતમાં છે. ત્યારે જોડિયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો પાસે થી તમામ પ્રકારના વેરાની આકરી વસુલાત ઘરે ઘરે જઈને ઉઘરાવવા માં આવે છે. અને થોડાક દિવસો બાદ ધાર્મિક તહેવારો દરેક જ્ઞાતિમાં આવી રહ્યા છે. તહેવારો ને ધ્યાનમાં રાખીને પચાયત દ્વારા એવું પણ કહેવામાં આવે છે. કે વેરો નહીં. ભરવામાં આવે તો કોઈ પણ પ્રકારના ઓફિસમાં થી દાખલાઓ કાઢી આપવામાં નહીં. આવે.તો બીક ને મારે જ્યાં ત્યાં ઉછી ઉધારા કરીને પણ અમુક લોકો શરમને મારે વેરાઓ ભરી રહ્યા છે.. તો સરકાર શ્રી ને ઉગ્ર રજુઆત કરવામાં આવે છે. કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે…

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*HELLO MORBI NEWS: વાંકાનેર:નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું સન્માન સ્વાગત કરાયું*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા ઉદ્યોગપતિ અશોકભાઈ ખન્ના*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીમાં પ્રાદેશિક સરસ મેળાનો શુભારંભ; ૨૨ સપ્ટેમ્બર સુધી ૫૦ સ્ટોલમાં ૧૦૦ બહેનો મેળવશે રોજગારી*

editor

Leave a Comment