• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત જોડિયા તાલુકાનો વર્કશોપ યોજાયો*

આજ રોજ જોડિયા બી.આર.સી.ભવન ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓના બાળકોને વિશ્વ કક્ષાની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ કરવા તેમજ શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા તેમજ ભૌતિક સુવિધાઓથી સજ્જ કરી બાળકોનું નામાંકન અને સ્થાયીકરણ વધારવાના શિક્ષણ સચિવ શ્રી ડૉ. વિનોદ રાવ સાહેબના વિઝન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ ને સાકાર કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એન.દવે સાહેબના માર્ગદર્શન હેઠળ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રથમ 100 દિવસ માટે પસંદ થયેલ શ્રી હડિયાણા તાલુકા શાળા અને શ્રી પીઠડ તાલુકા શાળાના તમામ શિક્ષકોની મીટીંગ યોજવામાં આવી. જેમાં બી.આર.સી. કો. ઓ. આશિષકુમાર રામાનુજ દ્વારા વિસ્તારપૂર્વક સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ વિશે વિડિયો અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. શિક્ષણ વિભાગનો ખૂબ મહત્વનો સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ શા માટે અમલીકરણ કરવાનો છે અને તેના દ્વારા આવનારા સમયમાં ગુજરાતના શિક્ષણ જગતમાં શું ફેરફારો થશે તે વિશે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ એસ.આઈ. જશુભાઈ પ્રજાપતિ દ્વારા ગુણોત્સવ ૨.૦ ના તમામ ક્ષેત્રો અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આમ જોડિયા તાલુકાની પ્રથમ 100 દિવસ માટેની સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માં સમાવેશ કરેલ બંને શાળાના તમામ શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે……

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દિલ્હી: કેસરીદેવસિંહ ઝાલા સહિતના રાજ્યસભાના સાંસદોએ ઉપ રાષ્ટ્રપતિ ની મુલાકાતે*

editor

*HELLO MORBI:મોરબીમાં જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI: પડધરી ના પત્રકાર જે સી ગોહેલ ની પુત્રી રિદ્ધિ નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment