• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: ડીસા ખાતે પૂજ્ય સતશ્રી મહારાજની ભાગવત કથા માટે કાર્યકરોની કરવામાં આવી પ્રથમ સફળ મીટીંગ*

ડીસા ખાતે પૂજ્ય સતશ્રી મહારાજની ભાગવત કથા માટે કાર્યકરોની કરવામાં આવી પ્રથમ સફળ મીટીંગ
ખૂબ જ ધાર્મિક અને પૂન્યશાળી નગર એવા ડીસા શહેરમાં ગૌસેવા હેતુ સમગ્ર સનાતન હિંદુ સમાજ દ્રારા તારીખ 1-3-2025 થી તારીખ 7-3-2025 સુધી વિશ્ર્વ વિખ્યાત સ્વામિનારાયણ સંત પૂજ્ય સતશ્રી મહારાજની દિવ્ય ભાગવતકથાનું આયોજન હવાઈ પીલ્લર ખાતે રોજ રાત્રે 8=30 થી 11=30 દરમિયાન કરવામાં આવેલ છે.
શ્રી જલારામ ગૌશાળા ભાભર,શ્રી શાસ્ત્રીજી ગૌશાળા ડીસા તેમજ શ્રી જલીયાણ ગૌશાળા ડીસાના લાભાર્થે યોજાનાર આ કથામાં સહયોગી સંસ્થાઓ તરીકે શ્રી જય જલારામ ટ્રસ્ટ ડીસા,શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા તેમજ શ્રી ગૌ મિત્ર મંડળ ડીસા રહેશે.આ કથાની સફળતા તેમજ બહોળા પ્રચાર હેતુ એક અગત્યની મીટીંગ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ગૌશાળા ખાતે પૂજ્ય સર્વમંગલ સ્વામીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.આ મીટીંગમાં મહેશભાઈ ઉડેચા, મહેશભાઈ ગણાત્રા, વિપુલભાઈ પલણ,ભગવાનભાઈ બંધુ, મુકેશભાઈ આચાર્ય,કનુભાઈ આચાર્ય, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, આનંદભાઈ પી ઠક્કર, વિઠલભાઈ પટેલ,તારાચંદભાઇ મજેઠીયા, કમલેશભાઈ રાચ્છ, દીલીપભાઇ રતાણી, વિનોદભાઈ પટેલ, સુભાષભાઈ ઠક્કર, પ્રવિણભાઇ પ્રજાપતિ, જયંતિભાઈ પટેલ, પ્રવિણભાઇ પટેલ, મુકેશભાઈ જય સ્વામિનારાયણ, રાજેશભાઈ લીંબાચીયા , પિયુષભાઈ ગટા સહિત અંદાજે 125 જેટલા નિષ્ઠાવાન કાર્યકર ભાઈઓ બહેનોએ ખાસ ઉપસ્થિત રહી વિવિધ સૂચનો કર્યા હતાં.આગામી દિવસોમાં બાઈક રેલી, શોભાયાત્રા, રિક્ષા પ્રચાર તેમજ ડોર ટુ ડોર સંપર્ક અભિયાન થનાર છે તેનું આયોજન પણ વિચારાયું હતું.
પ્રથમ મીટીંગ ખૂબ જ સફળ રહેતાં કથામાં પ્રતિદિન સાત થી દસ હજાર શ્રોતાઓ ઉપસ્થિત રહે તેવું અનુમાન કરાયેલ છે.સમગ્ર મીટીંગનું સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.
પૂજ્ય સર્વ મંગલમ સ્વામીએ મહેશભાઈ ઉડેચા સહિતના તમામ કાર્યકરોને સાથે રાખી હવાઈ પીલ્લર ખાતે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી ચર્ચા કરી હતી.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લામાં નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે*

editor

*HELLO MORBI:વિદેશ ઉચ્ચ અભ્યાસર્થે જતી ડીસાની કાજલ માધવાણીને પૂજ્ય જલારામ બાપાના ભજન થકી શુભેચ્છાઓ પાઠવવામાં આવી*

editor

*ગુજરાત મોદી અને અમીત શાહની જાગીર નથી, ગુજરાત ગાંધીનું છે : ઓવૈસી*

Hello Morbi

Leave a Comment