• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા*

5 મી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં સારી કામગીરી કરતા શિક્ષકોને તાલુકા ,જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ આપવામાં આવે છે.જે અન્વયે મોટી બાણુંગાર ગામના વતની અને નેસડા ગામની શ્રી નેસડા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકશ્રી યોગેશકુમાર હેમંતલાલ ભેંસદડીયા ની પસંદગી કરવામાં આવી હતી.તેઓ એમ.કોમ. બી.એડ.ની ડીગ્રી ધરાવે છે.તેમજ પહેલેથી જ ખંત અને ઉત્સાહથી બાળકોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેતા હોય અને તેઓએ દર વર્ષે તાલુકા તેમજ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક અને રાજ્ય કક્ષા એ પણ શાળા ની કૃતિનું પ્રતિનિધિત્વ કરેલ છે .આ ઉપરાંત બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે એ માટે શિક્ષણમાં અને ખાસ સા.વિજ્ઞાન વિષયમાં નવા નવા પ્રયોગો કરી જિલ્લા કક્ષા એ ઇનોવેશન ફેર માં પણ કૃતિઓ રજુ કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત રાજ્યસરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ જેવી કે NMMS, શિષ્યવૃતિ,નવોદય વગેરે ની તૈયારી માટે બાળકોને માર્ગદર્શન આપી શાળાના બાળકોને પ્રોત્સાહિત કરેલ છે.આ ઉપરાંત શાળાની વિવિધ પ્રવૃતિ જેવી કે પર્યાવરણ,આરોગ્ય,કે સ્વચ્છતા જેવી તમામ બાબતો માં બાળકો સાથે સતત પ્રવૃતિશીલ રહી શાળા અને અન્ય શિક્ષકો સાથે ટીમવર્ક થી કાર્ય કરી શાળાને નવી ઊંચાઈ પ્રાપ્ત કરવા સદાય પ્રયત્ન શીલ એવા આ શિક્ષકને આજ માનનીય કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ ના અધ્યક્ષ સ્થાને માનનીય જિલ્લા પંચાયત ની શિક્ષણસમિતિ ના ચેરમેન શ્રી લખધીરસિંહ જાડેજા ના વરદ હસ્તે જોડિયા તાલુકાનો શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.નેસડા પ્રાથમિક શાળા અને ગામનું ગૌરવ વધારવા બદલ શાળા ના આચાર્ય ભાવેશભાઈ પનારા સરપંચ રાજેશભાઇ મકવાણા ,smc ના અધ્યક્ષ પન્નાલાલ સોલંકી તથા ગામલોકો શિક્ષક મિત્રો એ અભિનંદન પાઠવ્યા હતા.અને સતત બાળકો ના વિકાસ માં પ્રયત્નશીલ રહો તેવી શુભકામના આપી હતી..

Related posts

*HELLO MORBI:મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના સોનાના દાગીના બનાવનાર સોની કારીગર દ્રારા આચરેલ વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનાના કામનો છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

*HELLO MORBI:ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ના હસ્તે શ્રી સ્વામી વિવકાનંદજી ની જન્મ જયંતિ- યુવા દિવસના અવસર પર નીલકંઠ સ્કૂલ માં યુવા પુસ્તક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો.*

Hello Morbi

*HELLO MORBI:સંપુર્ણ યજુર્વેદ કંઠસ્થ કરી શાસ્ત્રોક્ત રીતે પઠન કરનાર યુવાનનું સમસ્ત બ્રહ્મસમાજ તથા પરશુરામ ધામ દ્વારા સન્માન કરાયું*

editor

Leave a Comment