• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દરિયાઈ વિસ્તારોમાં ચાલી રહેલ ડીમોલિશન બાબતે મુસ્લિમ સમાજ શાંતી જાળવે : ઈમ્તિયાઝ પઠાણ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*ચૂંટણી નજીક છે ત્યારે ઉશ્કેરાટ માં આવી ઉઠવેલું પગલું સમાજ માટે ઘાતક સિધ્ધ થઈ શકે છે*

 

*ધાર્મિક સ્થળો ની જગ્યાઓ મામલે કાગળો તૈયાર કરી કાયદાકિય લડત આપવી જોઇએ*

 

દરિયાઈ વિસ્તારોમાં હાલમાં મુસ્લિમ ધર્મ સ્થળો પર તંત્ર દ્વારા કરવામાં આવેલા ડીમોલિશન મામલે ઉશ્કેરાટ માં આવી કોઈ અવિચારી પગલાઓ ન ઉઠાવવા જોઇએ તેવી અપીલ મુસ્લિમ એકતા મંચ નાં અઘ્યક્ષ ઇમ્તિયાઝ પઠાણ દ્વારા કરવામાં આવી છે. હાલમાં જયારે ચૂંટણી નો સમય નજીક છે ત્યારે કોઈપણ દરેક પ્રકારનાં કાર્યો ખૂબ વિચારીને કરવા જરૂરી છે કારણકે કયારેક નાનકડા મુદ્દાઓ ને મોટું સ્વરૂપ આપી ને સમગ્ર મુસ્લીમ સમાજને ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે. આવા સંજોગોમાં તંત્ર દ્વારા જે ધાર્મિક સ્થળો ને ગેર કાયદેસર દબાણ ગણીને હટાવવામાં આવી રહયા છે તેનાં જમીનો નાં કાગળો તૈયાર કરી તંત્ર સમક્ષ યોગ્ય સ્તરે રજૂઆત કરવી જોઈએ. જે જગ્યાનાં કાગળો કાયદેસર હોય અને તેમનું ડીમોલિશન થતું હોય તો આ બાબતે કાનૂની સલાહ લઈને કાનૂની લડત આપવી જોઈએ. દેશ બંધારણ અને કાયદાઓ થી ચાલે છે ત્યારે કોઈપણ ટોળાશાહી દ્વારા ન્યાય મેળવવાને બદલે મુસ્લિમ સમાજ દ્વારા કાયદેસર કાનૂન અને સંવિધાન નાં દાયરા માં રજૂઆતો કરવી જરૂરી છે. ચૂંટણી સમયે કેટલાંક અરાજક તત્વો મુસ્લિમ સમાજ ને ઉશ્કેરીને હિન્દુ- મુસ્લિમ ભાઈચારા ને તોડવા માંગતા હોય ત્યારે આવા અસામાજિક અને સ્વાર્થી તત્વો ની મેલી મુરાદ બર ન આવે તે ખૂબ જરૂરી છે.

 

Related posts

આગામી મહિને MONEY TRANSFERના નિયમમાં થશે ફેરફાર, તમે પણ જાણી લો

Hello Morbi

*અરણીટીબા ગામ ખાતે શાળામાં બાળમેળો બાળ વિદ્યાર્થીઓ સાથે ઉજવાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી સીટી બી ડિવિઝન વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલથી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

editor

Leave a Comment