• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી હળવદ રોડને ફોર લાઈન બનાવવાની કામગીરીનો માર્ગ અને મકાન વિભાગ દ્વારા શુભારંભ કરાયો રૂ.૧૯૭૦૬.૦૦ લાખના ખર્ચે અદ્યતન ફોર લાઈન રસ્તો નિર્માણ પામશે*

મોરબી હળવદને જોડતા માર્ગ પર વાહનવ્યવહારની વધતી સંખ્યાને અનુરૂપ આ રસ્તાને ફોર લેન બનાવવાની કામગીરી પર સરકારે મંજૂરીની મહોર લગાવી દીધી છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેને સંલગ્ન કામગીરીનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે.

 

પ્રજાની માંગ, મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા સહિત રાજકીય આગેવાનોના સતત પ્રયત્નો તથા માર્ગ અને મકાન વિભાગ સહિત વહીવટી તંત્રની સતત કાર્યશીલતાના કારણે આ રસ્તાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ રોડને પહોળા કરવાની તથા સમતલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

આ રોડની વધુ વિગતો આપતા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રીએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા તા.૨૮-૦૧-૨૦૨૨ ના રોજ રૂ.૧૯૭૦૬.૦૦ લાખનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું.

 

જે અન્વયે કી.મી. ૩૧/૮ થી ૭૨/૦ વચ્ચે કૂલ ૪૦.૨ કીમી. પૈકી ૩૯.૪૫ કીમીને હયાત ૧૦.૦ મી. પહોળારસ્તા માંથી ચાર માર્ગિય કરવાની તથા ૦.૭૫ કીમી હયાત ૧૦ મી. રસ્તાને ઓવરલેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તામાં આવતા કૂલ ૫૬ નાળાને પહોળા કરવાની કામગીરી તથા કૂલ ૨ મોટા પુલ પૈકી ૧ હયાત પુલની બાજુમાં નવો પુલ બનાવવાની અને ૧ હયાત જુના પથ્થરના પુલની જગ્યાએ નવા મોટા પુલનું બાંધકામ કરવામાં આવશે. ઉપરાંત કૂલ ૧૬૫૦ મી. પ્રોટેક્શનવોલની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

 

આ કામગીરી પરફેક્ટ ઇન્ફ્રાક્રોપ પ્રા.લિમિટેડ એજન્સીને સોંપવામાં આવી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

 

મોરબીની બે મહત્વના તાલુકા હળવદ અને મોરબીને જોડતા આ રસ્તો ફોર લાઈન બનતા ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે તથા વાહન વ્યવહાર વધુ સુગમ બનશે.

Related posts

*ટંકારાના નેસડા ખાનપરમાં જુગાર કલબ ઉપર એલસીબી ની રેઇડરૂપિયા 1 04. 500 ની રોકડ સાથે સાત ઝડપાયા*

Hello Morbi

*HELLO MORBI:માળીયા મિયાણા પો.સ્ટે વિસ્તારમાંથી ગાંધીધામ (કચ્છ) ના ચોરીના ગુન્હામાં નાસતા* *ફરતા આરોપીને પકડી પાડતી એસ ઓ જી ટીમ મોરબી*

editor

*વાંકાનેર તાલુકાના વિકાસ લક્ષી કાર્યને વેગ આપવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા જીજ્ઞાશા બેન મેર એ કર્યું આંગણવાડીનું લોકાર્પણ*

Hello Morbi

Leave a Comment