• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાની 223 મી જન્મજયંતિ ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય રીતે ઉજવાશે*

સમગ્ર ઉતર ગુજરાતમાં ખૂબ જ દર્શનીય સેવાધામ એવા ડીસા જલારામ મંદિરના માધ્યમથી પૂજ્ય જલારામ બાપાની 223 મી જન્મજયંતિ ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય રીતે ઉજવાય તે માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.આ માટે તાજેતરમાં જલારામ ભકતોની એક અગત્યની બેઠક જલારામ મંદિર ડીસા ખાતે મળી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પૂજ્ય જલારામ બાપાનું પૂજન,જન્મજયંતિ ઉજવણી,સત્સંગ,ભોજન પ્રસાદ,બ્લડ ડોનેશન કેમ્પ,શોભાયાત્રા,સુશોભન,અન્નકૂટ,ડાયરો એમ વિવિધ બાબતોને લઈ રચનાત્મક ચર્ચા થતાં સૌએ જબરજસ્ત સહકાર આપ્યો હતો.

આ મીટીંગમાં જલારામ ભકતો સર્વ કનુભાઈ આચાર્ય,દયારામભાઈ આર.ઠકકર,નટુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,વિજયભાઈ મેઘાણી,જગદીશભાઈ પૂજારા,નરેશભાઈ ડી.આચાર્ય,આનંદભાઈ પી.ઠકકર,આર.ડી.ઠકકર,કમલેશભાઈ રાચ્છ,દિનેશભાઈ ચોક્સી,મહેશભાઈ ઉડેચા,પરેશભાઈ જીવરાણી,પ્રહલાદભાઈ સહયોગ,રાજુભાઈ લેબોરેટરી,ડાયાભાઈ જોબનપુત્રા,દીલીપભાઈ રતાણી,નરેશભાઈ ઉડેચા,ભાવેશભાઈ જોબનપુત્રા,ભરતભાઈ ગૌશાળા,મનુભાઈ પૂજારા,કે.ટી.ઠકકર સહિત સૌએ ચર્ચામાં ભાગ લઈ ખૂબ જ સારી રીતે જલારામ જન્મજયંતિ ઉજવાય તે માટે સહયોગ કરવાની ખાત્રી આપી હતી.આ વર્ષે અંદાજે પંદર હજાર જલારામ ભકતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાનાર છે.ડીસાનો સમગ્ર સનાતન હિંદુ સમાજ આ મહા ઉત્સવનો લાભ લે તેવું આયોજન પણ ગોઠવાઈ રહેલ છે.

Related posts

*મોરબીમાં લાયન્સ કલબ દ્વારા સેવાધારી સન્માન સમારોહ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનુંજાહેરનામુ બહાર પડાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની નવયુગ કોલેજ દ્વારા ભવ્ય સ્પેસ એક્સિબિશન યોજાયું*

editor

Leave a Comment