• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર આરોપીને ને સજા ફટકારતી ટંકારા કોર્ટ*

હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર આરોપીને ને સજા ફટકારતી ટંકારા કોર્ટ.
ટંકારામાં આરોપી ને કસુરવાન ઠેરવી ને રૂ.6,10,000/- વળતર પેટે ચુકવી આપવા સાથે 1 વર્ષની સજા ફટકારતી ટંકારા કોર્ટ.
મોરબીના વાઘપર ગામના રહેવાસી સંજયભાઈ મગનલાલ કડીવાર એ વર્ષ 2017 માં મોરબી ના ફડસર ગામ ના રહેવાસી હીરાભાઈ રામભાઇ કુંભરવાડીયા પાસે થી અંગત ઉપયોગ માટે રૂ 6,00,000/- સંબંધ ના દાવે લીધેલ હતા આ રકમ પરત આપવા માટે સંજયભાઈ મગનલાલ કડીવાર એ રૂ 6,00,000/- નો ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં હીરાભાઈએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 અન્વયે ટંકારના માહે જ્યુડિ મે.જી. ફ.ક. સાહેબ ની કોર્ટમાં વકીલ શ્રી વી.એસ.માનસાતા મારફતે 30/05/2017 માં દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં ટંકારા ના માહે જયુડિ. મેજી.ફ.ક શ્રી એસ.કે.પટેલ સાહેબએ આરોપી ને 1 વર્ષની ની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ રૂ.6,10,000/- નો વળતર ચુકવવું અને આરોપી એ વળતરની રકમ 90 દિવસમાં ફરિયાદીને ચુકવી આપવી જો સદર રકમ ચૂકવવામાં કસુર કરે તો વધુ 3(ત્રણ) માસની સાદી કેદ ની સજા ભોગવવાની રહેશે જે કેસ માં
ફરિયાદી તરફે મોરબી/ ટંકારા ના જાણીતા વકીલ તથા જોડિયા બાર એસોસિએશન ના પ્રમુખ શ્રી વી.એસ.માનસાતા તથા ટંકારા બાર અસોસિએશન ના ઉપ પ્રમુખ શ્રી રાહુલ ડી ડાંગર રોકાયેલ હતા(અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા)

Related posts

*જામનગર ના સાંસદ પૂનમબેન માડમે એસ ટી રૂટ ફરીથી શરૂ કરાવવા પ્રયાસ કર્યો*

Hello Morbi

*મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહેશે*

Hello Morbi

*મોરબી જીલ્લામાં ગુજરાતી ન્યુઝ ચેનલ “ઝી ૨૪ કલાક” ના રિપોર્ટર હિમાંશુ ભટ્ટનો આજે જન્મદિન*

Hello Morbi

Leave a Comment