• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બોટાદ માર્કેટિંગ યાર્ડ માં સહકારી મંડળીઓ નો સેમિનાર યોજાયો*

*બોટાદ માર્કેટિંગ યાર્ડ માં સહકારી મંડળીઓ નો સેમિનાર યોજાયો*

તા.૧૬/૦૫/૨૦૨૩નાં રોજ બોટાદ જીલ્લાની પેક્સ મંડળીઓનો સીએસસી સેન્ટટર મોડેલ બાયલોઝ અને પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન અંગેનો સેમિનાર રાખવામાં આવેલ, જેમા માન. આર.ડી. ત્રિવેદી સાહેબ સંયુક્ત રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા કિરિટભાઇ બાપુદરીયા જનરલ મેનેજરશ્રી અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંક લી. તથા શ્રી આર.ડી. સરવૈયા જનરલ મેનેજર શ્રી ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી. તથા શ્રી રીનાબેન પટેલ જીલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બોટાદ તથા દિપકભાઈ ખલાસ ડીડીએમ નાબાર્ડ તથા સીએસસી સેન્ટટર તરફથી શ્રી અશોકભાઇ પટેલ હાજર રહેલ હતા. આ સેમિનારમાં સેવા સહકારી મંડળીઓનાં મંત્રીશ્રીઓને કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવા માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ. જેથી ગામલોકોને મુળભુત સુવિધાઓ ઓનલાઇન ગામમાં જ મળી રહે. તેમજ દરેક મંડળીઓને મોડેલ પેટાનિયમ અપનાવવા માટે જણાવવામાં આવ્યુ જેથી દરેક સેવા મંડળીઓ વચ્ચે એકસુત્રતા જળવાઇ રહે. નાબાર્ડ, ડિસ્ટ્રીક્ટ બેંક તથા સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ કેટલીક યોજનાઓ વિશે માહિતી આપી. સેવા મંડળીઓ વધુમાં વધુ ખેડૂતોને માર્ગદર્શક અને મદદરૂપ થઇ શકે તે માટે માર્ગદર્શન 0આપવામાં આવ્યુ. કુલ ૧૪૮ બોટાદ જીલ્લાની મંડળીઓ પૈકી ૧૩૦ જેટલી મંડળીઓનાં મંત્રીશ્રીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપેલ છે.સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા apmc ના સ્ટાફે તેમજ જિલ્લા રજીસ્ટાર કચેરી ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર

Related posts

*સફા મહિલા વિકાસ મંડળ દ્વારા જરૂર બંધ ગરીબોને કડકડતી ઠંડીમાં ગરમ કપડાનું વિતરણ કરાયું*

Hello Morbi

*મોરબી જિલ્લાના સિંચાઇ થી વંચિત ગામોને સિંચાઇ નું પાણી મળે તેવી સુવિધા કરો સી એમ ને પત્ર પાઠવી રજુઆત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે ‘સવેતન રજા’ આપવી પડશે*

editor

Leave a Comment