• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા પેન્શનર્સ એસોસિએશનના પદાધિકારીઓનું કરવામાં આવેલ સન્માન*

શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા પેન્શનર્સ એસોસિએશનના પદાધિકારીઓનું કરવામાં આવેલ સન્માન
ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ઘણા વર્ષોથી સર્વોતમ સેવા આપતા નાગરભાઈ પરમાર તેમજ મંત્રી મોહમ્મદભાઈ મંડોરીનું શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ દિવ્ય જ્યોતિ ચક્ષુ બેંક ડીસાના મફતલાલ મોદી દ્રારા સાફો,સાલ તેમજ સન્માનપત્રથી ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સન્માન જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું હતું.જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં નિવૃત મહિલા પ્રિન્સિપાલ કમળાબેન મોઢને પણ સાલ ઓઢાડી સન્માનિત કરાયાં હતાં.કાર્યક્રમના પ્રારંભે સીનિયર સીટીઝન ગ્રુપના પ્રમુખ રસિકભાઈ ચાંપાનેરી તેમજ હસુમતીબેન પ્રજાપતિએ ભજન ગાઈ શુભારંભ કર્યો હતો.મફતલાલ મોદીએ સૌનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમનો હેતુ જણાવ્યો હતો તેમજ ચક્ષુદાન,દેહદાન,અંગદાન,વસિયતનામું તેમજ સેવાકીય કાર્યો વિષે વિગતવાર સમજ આપી હતી.સન્માનિત પદાધિકારીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા.આનંદ સત્સંગ પરિવાર ડીસાના પાયોનિયર જયંતિભાઈ ઓઢાવાળા,જાણીતા કથાકાર યશવંત શાસ્ત્રીજી મહારાજ તેમજ કાર્યક્રમ અધ્યક્ષ કનુભાઈ આચાર્યે શુભેચ્છાઓ પાઠવી પોતપોતાનાં વકતવ્યો રજૂ કર્યાં હતાં.
સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ રીતે રસપ્રદ શૈલીમાં સંચાલન નિવૃત ફોરેસ્ટ ઓફિસર ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી દ્રારા સંકલન રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ દ્રારા સન્માનિત થયેલ એવોર્ડ વિજેતા ચંદુભાઈ એટીડીએ કર્યું હતું.આ શુભ અવસરે ખૂબ જ સારી સંખ્યામાં પેન્શનર્સ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.જલારામ મંદિર ડીસાની સેવાકીય પ્રવૃતિઓ તેમજ ભોજન સેવાથી પ્રભાવિત થઈ બે દાતાઓએ રૂપિયા 7200/- નું યોગદાન જાહેર કર્યું હતું.કાર્યક્રમના અંતે સૌ માટે આઈસ્ક્રીમની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

Related posts

*જલારામ સત્સંગ મંડળ દ્રારા ટેટોડા ગૌશાળાને અર્પણ કરાયા રૂપિયા ચાર લાખ* 

Hello Morbi

*ડોક્ટર જીત અમીન ને દીકરી દેવોભવ ચિત્ર મોમેન્ટો આપી સન્માન કર્યું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જીલ્લા ક્રિકેટ એસો. દ્વારા ૯ એપ્રિલે ખેલાડીઓનું સિલેકશન કરાશે*

editor

Leave a Comment