• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ખંઢેરીના જંગલ વિસ્તારમાં આવેલ સર્વે નં.૫૨માં વર્ષોથી દબાણો કરાયા*

ખંઢેરીના જંગલ વિસ્તારમાં આવેલ સર્વે નં.૫૨માં વર્ષોથી દબાણો કરાયા હતા
ખંઢેરીના જંગલમાં ૬૫-વિઘા જમીન પર ઉભા પાક તેમજ પાકા મકાનો ઉપર જે.સી.બી. ફેરવી દબાણો દુર કરાયા
રાજકોટ ગ્રાસ રેન્જની હદમાં આવેલ ખંઢેરી જંગલ વિસ્તારમાં આવેલ સર્વે નં.૫૨માં વર્ષો જુના દબાણોનો શનીવારના દિવસે મે.નાયબ વન સંરક્ષકશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી.પી.જે.જાડેજા તેમજ રાઉન્ડ ફોરેસ્ટર શ્રી.વી.ડી.ગઢવી તેમજ વન રક્ષક શ્રી.એ.એન.ગઢવી તથા રાજકોટ ગ્રાસ રેન્જના તમામ સ્ટાફ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે રાખી કેટલાક દબાણદારોના દબાણને જે.સી.બી.ની મદદથી જંગલની જમીનમાં વાવેતર કરવામાં આવેલ પાક તેમજ પાકા મકાનો દુર કરી દબાણ કરાયેલ જેમાં ૬૫-વિઘા જમીન ખુલ્લી કરવામાં આવેલ છે, ખંઢેરી વીડીમાં અમુક દબાણદારો દ્વારા વાવેલ ભીંડા, ગુવાર, જુવાર, મકાઇ જેવા ઉભા પાકો તેમજ પાકા મકાનો તેમજ છાપરાઓ દુર કરી દબાણ કરેલ જમીનને ખુલ્લી કરેલ છે.

Related posts

*મોરબી હળવદ નું રૂપિયા ૧૯૭ કરોડનું ટેન્ડર મંજુર*

Hello Morbi

મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36-AB નવી સીરીઝ શરૂ થશે

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લા આયોજન સમિતિનો ચુંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ*

editor

Leave a Comment