• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નીલકંઠ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું અદકેરું આયોજન કરાયું હતું*

*નીલકંઠ સ્કૂલ- મોરબી*

*સ્વચ્છ મોરબી,સ્વચ્છ ભારત અંતર્ગત 2 ઓક્ટોબર ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી જયંતિ ઉજવણી થી ગાંધીજીના સ્વચ્છતાના વિચારો વિદ્યાર્થીઓ જાણતા થાય, બાળકોમાં પર્યાવરણ નું જતન કરવાનો ગુણ વિકસે, સમાજ માં સફાઈ વિશે જાગૃતતા કેળવાય તે માટે નીલકંઠ સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું.*

*ધોરણ-9 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રવાપર રોડ પર સવારે 8.30 થી 12.30 સુધી સફાઈ અભિયાન ચલાવી ગંદકી દૂર કરી સમાજ ને ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું. આ પ્રવૃત્તિ થી વિદ્યાર્થીઓ શ્રમનું મહત્વ સમજ્યા હતા અને પોતે સ્વસ્છતા જાળવશે અને લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.*

*આ અભિયાન માં નીલકંઠ સ્કૂલ ના મેનેજીંગ ટ્રસ્ટીઓ શ્રી જીતુભાઈ વડસોલા અને શ્રી નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સુપરવાઈઝર શ્રી મનોજભાઈ જોષી અને માધ્યમિક વિભાગ ના મુખ્ય શિક્ષક શ્રી કેતનભાઈ વાછાણી, રવિભાઈ સાણજા, અને પ્રતિક્ષાબેન મહેતા એ પણ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા.*

Related posts

*ડીસા જલારામ મંદિર ખાતે કોરોના વેકસીન તેમજ કોરોના ટેસ્ટની શરૂ કરાઈ કામગીરી*

Hello Morbi

*HELLO MORBI:ઘરે થી નીકળી ગયેલા મહિલા નુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી*

editor

*મોરબી જિલ્લા ભાજપના સાંસ્કૃતિક સેલના હોદ્દેદારોની નિમણુક કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment