• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જૂનાગઢ માધવ ક્રેડીટ સોસાયટીએ કરી ગાંધી જયંતિની નવતર પ્રકારની ઉજવણી*

*જૂનાગઢ માધવ ક્રેડીટ સોસાયટીએ કરી ગાંધી જયંતિની નવતર પ્રકારની ઉજવણી*

જૂનાગઢ ખાતે આવેલ માધવ ક્રેડીટ કો.ઓ.સોસા.લી.જુનાગઢ ધ્વારાં ગાંધી જયંતિના દિને ‘સ્વછતા હી સેવા’ અભિયાન કાર્યક્રમનું એક નવતર જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશિષ્ઠતા એ હતી કે સામાન્ય રીતે આવાં કાર્યક્રમોમા આયોજકો થોડોક સમય સફાઈ કરે છે છતાં તેઓના ફોટા દેખાય છે. પણ આવું કરવાને બદલે ખરાં અર્થમાં જે સફાઈના ‘શ્રમયોગી’ છે તેવા આ વિસ્તારના પાંચ સફાઈ કામદાર ભાઈબહેનોને આમંત્રિત કર્યા. પ્રથમ સંસ્થાના મહિલા ડીરેકટરોએ ચાંદલા કરી, પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કર્યુ પછી આ આ કામદાર ભાઈ બહેનોએ દિપ પ્રાગ્ટય કરી સમારંભની તેઓ શરૂઆત કરાવી, તેઓએ હસ્તે જ ભારતમાતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું. ત્યારબાદ સંસ્થાના ચેરમેનશ્રી પી.બી. ઉનડકટ સાહેબ સફાઈ કામદારોના સાવરણાનું પૂજન કર્યુ પછી તેઓએ કામદારોને મીઠાઈ પકેટ અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કર્યા. આ દરમ્યાન આ સફાઈ કામદારોના ચહેરા પ્રસન્નચિતથી પુલકિત થઈ રહયા હતા. આવી પ્રક્રિયાઓથી તેઓ મંત્રમુગ્ધ થતા હતા. બે માસ પછી નિવૃત થનારા એક બહેને તેનો સંતોષ અને આનંદ વ્યકત કરતાં કહયું કે ‘અમારી આખી જીંદગી પુરી થઈ ગઈ પણ અમને કોઈએ જાણ્યા હોય તેવું તો આજે પહેલી વાર બન્યું આ પ્રસંગે માધવ ક્રેડીટ કો.ઓ. સોસા. અને જય ગિરનાર ગ્રાહક સહકારી ભંડારના કમિટી મેમ્બર્સ તથા કર્મચારીગણ ઉપસ્થિત રહેલ.ચેરમેન
પી.બી. ઉનડકટસાહેબ ની અખબારી યાદી માં જણાવે છે

હિરેન નાગ્રેચા જૂનાગઢ
9898915874

Related posts

*HELLO MORBI: મીઠાના અગરમાં કામ કરતાં મજૂર માટે આશીર્વાદ રૂપ પ્રધાનમંત્રી આવાસ યોજના*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા(રં) ગામે સાંઇ પાણીના પ્લાન્ટની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:ટંકારા ખાતે આગામી રવિવારે ટંકારા રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ નો કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment