• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા તાલુકાના વેનાસર ગામે પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

*માળીયા તાલુકાના વેનાસર ગામે પ્રાથમીક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ*

માળીયા મી : આજ રોજ તારીખ 9 ઓકટોબરના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
ખાખરેચી સયુંકત ઉપક્રમે
વેનાસર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 30 વિદ્યાર્થી ઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ અંતર્ગત નિબંધ લેખન કરેલ હતું .

આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર પરના જે વિજેતા બન્યા હતા. એ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે નરેશ પરમાર અને ત્રિભોવન ભાઈ સી.એચ. ઓ પ્રા.આ.કેન્દ્ર સ્ટાફ દ્વારા તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રા.આ.કેન્દ્ર ખાખરેચી એમ.પી.એચ.ડબલ્યુ મહેશભાઈ તથા સી.એચ.ઓ પ્રદીપ કૈલા અને આશા બેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળા અટકાયતી કામગીરી પૂર્ણતાના આરે; કોઈપણ પરિસ્થિતિ માટે આરોગ્ય વિભાગ સજ્જ*

editor

*HELLO MORBI:નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ સ્કૂલનું ધમાકેદાર પરીણામ મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાને નવયુગ સંકુલની વિદ્યાર્થીઓ*

editor

*આ કારમી મોંઘવારીમાં માત્ર રૂપિયા 10 માં શેરડીનો રસ એક લોટો!!!*

Hello Morbi

Leave a Comment