• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ના ટીંબડી પાટીયા પાસે, સહકાર ચેમ્બર્સમાં આવેલ દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપની બોટલો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, સહકાર ચેમ્બર્સમાં આવેલ “રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ” નામની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપની બોટલો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી,/ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓએ ગેરકાયદેસર નશીલા આર્યુવેદીક શીરપના વેંચાણ અંગેના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય

જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ વાળા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી વી.જી. જેઠવા નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, સહકાર ચેમ્બર્સ પાસે પહોંચતા રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ ” નામની દુકાનના દુકાનદાર પાસેથી ગે કા, પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની કૂલ બોટલ નંગ-૩૮ કિં.રૂ.૫૭૦૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે,
જથ્થો રાખી વેચાણ કરનાર કરશનભાઇ ભાયાભાઇ ઝાપડા જાતે.ભરવાડ ઉ.વ.૪૦, ધંધો- વેપાર, રહે. નવી ટીંબડી, તા.જી.મોરબી,
કબ્જે કરેલ મુદ્દામાલ નશીલી આર્યુવેદીક શીરપની બોટલ નંગ-૩૮ કિં.રૂ.૫૭૦૦/- નો * મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સપેકટરશ્રી વી.જી.જેઠવા તથા પોલીસ હેડ
કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહુ કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*મોરબીના વાઘપર ની સાત વર્ષની ઢીંગલીએ રામ મંદિરમાં બચત ગલાની રકમ આપી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી:ત્રેવીસ વર્ષની યુવા વયના યુવાનની સફળ સર્જરી કરતી ટીમ આયુષ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રઘુવંશી સમાજના યુવા અગ્રણી અમિત સેજપાલ નો આજે જન્મદિવસ: શુભકામનાઓ ની વર્ષા*

editor

Leave a Comment