• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાજકોટ શહેર બી ડીવી.પો.સ્ટે ના મર્ડર ના ગુન્હાના ત્રણ વર્ષથી વચગાળાના જામીન ઉપર થી ફરાર આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

રાજકોટ શહેર બી ડીવી.પો.સ્ટે ના મર્ડર ના ગુન્હાના ત્રણ વર્ષથી વચગાળાના જામીન ઉપર થી ફરાર આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુમ નંબર.૯/૨૦૨૩ ના કામે ગુમથનાર રીધ્ધીબેન ભરતભાઇ દોશી રહે.મોરબી વાળી જામનગર સીકા ખાતે હોવાની એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.કોન્સ હિતેષભાઇ ચાવડા ને ખાનગીરાહે બાતમી મળેલ હોય જેથી હકિકત વાળી જગ્યાએ જતા ગુમથનાર મળી આવેલ નહોય તેમજ સદરહુ જગ્યાએથી નીચે જણાવેલ આરોપી મળી આવતા તેનુ નામ પોકેટકોપ થી સર્ચ કરતા મજકુર આરોપી રાજકોટ શહેર બી ડીવી.પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૫૦/૨૦૧૬ ઇ.પી.કો કલમ.૩૦૨,૩૦૭,૩૮૪, ૩૪૧,૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી), જી.પી.એકટ. ૧૩૫ ના ગુન્હાનો આરોપી હોવાનુ જણાય આવેલ અને મજકુર ઇસમ ને ત્રણ વર્ષ પહેલા ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ થી વચગાળાના દિન-૨૧ ના જામીન મળયા બાદ જેલમા હાજર થયેલ નહોય અને નાસતો ફરતો હોય જેથી મજકુર આરોપીને અટક કરી રાજકોટ જીલ્લા જેલ હવાલે કરવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપી
(૧) ચીરાગભાઇ ઉર્ફે ચીનો મનોજભાઇ પરમાર રહે.રાજકોટ ભગવતીપરા શેરીનં.૩ મુળરહે.રાજકોટ કુવાડવા રોડ રોહીદાસપરા શેરીનં.૬
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર
શ્રી રાજદીપસિંહ પ્રતાપસિંહ એ.એ.આઇ
શ્રી પ્રવીણસિંહ બનેસિંહ પો.હેડકોન્સ
શ્રી હિતેષભાઇ વશરામભાઇ પો.કોન્સ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: મોરબીમાં આયુર્વેદનો જીવેમ: શરદ: શતમ્ કાર્યક્રમ” યોજાયો*

editor

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા*

editor

*HELLO MORBI: લાડકી દીકરી માટે સરકારની ખાસ યોજના, મળશે રૂ.૧,૧૦,૦૦૦સહાય*

editor

Leave a Comment