• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: એલ.ઈ. કોલેજ દ્વારા મોરબીમાં ઘુંટુ ખાતે આગામી ૩ જૂનના રોજ ૧૧:૩૦ કલાકે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે*

એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ. ઈ. કોલેજ(ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૦૩/૦૬/૨૦૨૪ ના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે ‘કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’નું આયોજન ITI કેમ્પસની બાજુમા, મહેંદ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મોરબી-૨(૩૬૩૬૪૨) ખાતે કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં કોલેજનાં એડમિશન વિભાગના નિષ્ણાંતો દ્વારા જુદી જુદી ડિપ્લોમાની શાખાઓની માહિતી, ધોરણ ૧૦ પછી અને ITI અભ્યાસ પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં કઈ રીતે એડમિશન મળી શકે અને તે માટે કરવી પડતી ઓનલાઈન પ્રક્રીયા તથા વાલીશ્રીઓનાં મુંજવતા પ્રશ્ર્નો અંગે માહિતી આપવામાં આવશે.

જેથી ધોરણ ૧૦નો અભ્યાસક્રમ પુર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર’ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમનો વધુ ને વધુ લાભ લેવા એલ.ઈ. કોલેજ(ડિપ્લોમા)ના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦ વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીને સુરતથી પકડી પાડતી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેર સર્કલ, તેમજ ટંકારા પો.સ્ટે.ની ટીમ*

editor

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા મોરબી મા આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયામાં હુન્નરશાળા દ્વારા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરાઇ*

editor

Leave a Comment