• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ભલગામના સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

વાંકાનેર તાલુકાના ભલગામના સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂપીયા ૧૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ
પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહી. જુગારના કેસો શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી,વાંકાનેર વિભાગ,વાંકાનેર શ્રી એસ.એચ.સારડા સાહેબ તથા ઇન્ચાર્જ સી.પી.આઈ.શ્રી,વાંકાનેર એચ.વી.ઘેલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમો તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.કોન્સ.
વીજયભાઇ ડાંગર તથા સંજયસિંહ જાડેજા ને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના ભલગામ ગામના સ્મશાન પાસે જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી મજકુર ઇસમો વિરુધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસી શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
૧) જયરાજભાઇ વલકુભાઇ ખાચર ઉવ.૩૫ રહે.ભલગામ તા.વાંકાનેર જી.મોરબી
૨) ભાવેશભાઇ આપાભાઇ જળુ ઉવ.૩૦ રહે.ભલગામ તા.વાંકાનેર જી.મોરબી
(૩) શંભુભાઇ દેસુરભાઇ ગલચર ઉવ.૩૭ રહે હાલ-રાજકોટ મુળ ગામ-મેસરીયા તા.વાંકાનેર જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) રોકડા રૂપીયા-૧૧,૮૦૦/-
(૨) ગંજીપત્તાના પાના નંગ-૫૨
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં એમ.જે.ધાંધલ I/C પો.સબ.ઇન્સ. તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અઘારા તથા ચમનભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ. હરીશચન્દ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજા તથા વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

Related posts

*ઇન્ફ્રારેડ થર્મોમીટર સ્કેનર કોરોનાના ટેસ્ટિંગ માટે અયોગ્ય અને અપ્રમાણિત છે : જાણકારો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા તાલુકાના છતર જી.આઇ.ડી.સી.માં આવેલ ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂના જથ્થો પકડાયેલ તે ગુનામાં ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતીએસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment