• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા એપાર્ટમેન્ટમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને ક્રાઈમ બ્રાંચ મોરબી*

મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા એપાર્ટમેન્ટમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડા રૂપીયા- ૧,૪૩,૨૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઈમ બ્રાંચ મોરબી.

તા.૧૭/૦૮/૨૦૨૪
શ્રી, અશોકુકમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ સમગ્ર રાજકોટ રેન્જમાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા સ્પે. ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા શ્રી,રાહુલ ત્રિપાઠી સાહેબ અધિક્ષક મોરબીનાઓએ શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી, કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશીલ હતા. દરમ્યાન HC નિરવભાઇ મકવાણા, PC દશરથસિંહ પરમાર તથા બિપીનભાઇ પરમારને સંયુકતમાં ખાનગી બાતમીરાહે મળેલ હકિકત આધારે મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા એચ બિલ્ડીંગ દસમાં માળે બે ફલેટ વચ્ચેના સીડીના ચોકા ઉપર જાહેરમાં નીચે જણાવેલ નામવાળા ઇસમો ગંજીપતાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમતા કુલ-૦૮ ઇસમોને રોકડા રૂ.૧,૪૩,૨૫૦/- તથા ગંજીપાના પાના નંગ-૫૨ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ સામે મોરબી સિટી એ ડિવી. પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.> પકડાયેલ આરોપીઓના નામ સરનામા
(૧) ધવલભાઇ ગોરધનભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
(૨) જગદીશભાઇ જયંતિભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
(૩) સાગરભાઇ મીઠાભાઇ પટેલ રહે. શ્રીકુંજ-૨ સોસાયટી રાધાકુંજ બ્લોક નં.૧૦૧ મુળ
(૪) મુકેશભાઇ શિવાભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
૫) લલીતભાઇ વનજીભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
૬) દિવ્યેશકુમાર ભીખાભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
૭) રજનીકાંત ગોરધનભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા
૮) નિશીતભાઇ કાનજીભાઇ પટેલ રહે.મોરબી નાની કેનાલ રોડ સનરાઇઝ વીલા કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.એચ.ભોચીયા, તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

આનંદો! અયોધ્યામાં રામલલ્લાનો થાળ હંમેશા વીરપુરના જલારામ મંદિર તરફથી ધરાવાશે, ગામમાં ખુશીનો માહોલ

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના શકત શનાળા શ્રી શકિત માતાજી મંદિર ના મહંત તથા તેમની પત્ની નું અવસાન =ગુરુવારે બેસણું*

editor

*HELLO MORBI: મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું બહાર પડાયું*

editor

Leave a Comment