• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડીઓ પોષણ માસની ઉજવણી કરાશે*

*‘૭મો રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪’*
*મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડીઓ પોષણ માસની ઉજવણી કરાશે*
*પોષણ અભિયાન અન્વયે એનિમિયા, વૃધ્ધિ દેખરેખ પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી અને ટેકનોલોજી સહિતની થીમ સાથે કાર્યક્રમો યોજાશે*
*મોરબી, તા. ૩૧ ઓગસ્ટ*
પોષણ અભિયાન થકી સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ર.૦, એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે કે જે આંગણવાડીની સેવાઓ, કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને નિર્દેશીત કરે છે. પોષણ અભિયાનના ઇચ્છિત ધ્યેયો હાંસલ કરવા માટે વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે વર્તણૂકલક્ષી પરિવર્તન એક મહત્વપૂર્ણ ઘટક છે.

પોષણ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડી કક્ષાએ તેમજ સંલગ્ન વિભાગોની ભાગીદારીથી ચાલુ વર્ષે ૧ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૪’ ની ઉજવણી એનિમિયા, વૃધ્ધિ દેખરેખ (ગ્રોથ મોનીટરીંગ), પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી (PBPB) અને સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી મુજબની થીમ મુજબ ઉજવણી થશે તેવું મોરબી આઈસીડીએસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા શ્રી રામધામ મંદિર નુ ખાતમુહૂર્ત નહિ થાય ત્યા સુધી અન્ન-કઠોળ નો ત્યાગ કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લેવામાં આવી*

Hello Morbi

મોરબીના યુવા પત્રકાર-સામાજિક કાર્યકર જનક રાજાનો આજે જન્મદિવસ

Hello Morbi

*પડધરી: ધામધૂમથી પ્રચંડ સમર્થન સાથે ગુજરાત ગૌરવ યાત્રાનું પડધરી ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું*અહેવાલ અને તસવીર કૌશિક કોટક પડધરી*

Hello Morbi

Leave a Comment