• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાજ્યમંત્રી શ્રી પ્રવિણભાઈ માળી મોરબીની મુલાકાતે: મોરબી સિરામિક એસોસિએશન તથા અન્ય ઉદ્યોગકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ*

મોરબી:તા ૩૦ આજ રોજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી માનનીય શ્રી પ્રવિણભાઈ માળી મોરબીની મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશન તથા અન્ય ઉદ્યોગકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ શ્રી મનોજભાઈ એરવાડિયા, નરેન્દ્ર ભાઈ સંઘાત,સંદીપ ભાઈ કુંડારીયા અજય ભાઈ મારવાણિયા તથા અન્ય આગેવાનો દ્વારા માનનીય મંત્રીશ્રીનું શ્રી રામ ભગવાનની મૂર્તિ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો, વર્તમાન પડકારો તેમજ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે જરૂરી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ઉદ્યોગને વધુ ગતિશીલ, આધુનિક અને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું હતું.

રાજ્ય સરકારના સહયોગ, યોગ્ય નીતિઓ અને ઉદ્યોગકારોના સંકલિત પ્રયાસોથી મોરબીનો સિરામિક ઉદ્યોગ વિકાસના નવા શિખરો સર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી

Related posts

*HELLO MORBI NEWS: ગુમ થયેલા સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતા સાથે ગણત્રીની કલાકોમા મિલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ*

editor

*વિરપુર ખાતે સફા મહિલા વિકાસ મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન કોમિ એકતા ના પ્રતિક એકજ મંડપ મા ૪૦ મુસ્લિમ દુલ્હા દુલ્હન નિકાહ પડશે*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૧૫ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment