• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદ શહેરમાં આવેલ વડનગર સોસાયટીમાં રહેણાક મકાનમાં જુગારધામ પર મોરબી ક્રાઈમ બ્રાંચના દરોડા*

હળવદ શહેરમાં આવેલ વડનગર સોસાયટીમાં રહેણાક મકાનમાંથી જુગાર રમતા કુલ-૬ ઇસમોને રોકડા રૂપીયા- ૭૮,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઈમ બ્રાંચ મોરબી.
તા.૧૫/૦૫/૨૦૨૫
શ્રી, અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તરફથી સમગ્ર રાજકોટ રેન્જમાં પ્રોહી જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અંગે અસરકારક કામગીરી કરવા શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી વી.એન.પરમાર પો.ઇન્સ તથા શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશિલ હતા, દરમ્યાન એલ.સી.બી. મોરબીના HC ચંદુભાઇ કાણોતરા, HC શકિતસિંહ ઝાલા, PC દશરથસિંહ પરમાર, PC ભગીરથસિંહ ઝાલાને હકીકત મળેલ કે, પ્રવિણભાઇ ઉર્ફે પીટર લીંબાભાઇ રબારી રહે.હળવદ તથા હકાભાઇ કરમણભાઇ રબારી રહે.હળવદ વાળા બન્ને ભેગા મળી હકાભાઇ કરમણભાઇ રબારીના કબ્જા ભોગવટા વાળા હળવદ વડનગર સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે હળવદ વડનગર સોસાયટીમાં હકિકત વાળા રહેણાંક મકાને રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-પર તથા રોકડ રૂ.૭૮,૬૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરુધ્ધ જુગારધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.> પકડાયેલ આરોપીઓના નામ સરનામા
૧. પ્રવિણભાઇ ઉર્ફે પીટર લીંબાભાઇ કરોતરા રબારી ઉવ.૪૨ રહે.હળવદ જુના પોલીસ સ્ટેશન સામે
૨. સુરેશભાઇ સીધાભાઇ ભદ્રેસીયા કોળી ઉવ.૩૬ રહે.હળવદ પંચમુખી ઢોરો જી.મોરબી
૩. જયંતિભાઇ ખીમજીભાઇ ચાવડા દલવાડી ઉવ.૨૮ રહે. હળવદ કૃષ્ણનગર સોસાયટી જી.મોરબી
૪. ચેતનભાઇ પ્રેમજીભાઈ કરોતરા રબારી ઉવ.૨૬ રહે.હળવદ જુના પોલીસ સ્ટેશન સામે જી.મોરબી
૫. ભરતભાઇ રાઘવજીભાઇ કારોલીયા પટેલ ઉવ.૪૯ રહે.હળવદ આનંદપાર્ક જી.મોરબી
૬. અશ્વિનભાઇ રમેશભાઇ નિમ્બાર્ક સાધુ ઉવ.૭૧ રહે.હળવદ ગ્રીનપાર્ક સોસાયટી જી.મોરબી
પકડવાના બાકી આરોપીનુ નામ સરનામા
૧. હકાભાઇ કરમણભાઇ રબારી રહે.હળવદ વડનગર સોસાયટી જી.મોરબી
– કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા શ્રી વી.એન.પરમાર પો.ઇન્સ. તથા શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કવોડના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

Related posts

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા ઉતર ગુજરાત અખિલ રઘુવંશી લોહાણા સમાજની બની રહેલ અતિ પ્રેરણાદાયી ડિરેક્ટરી*

editor

*HELLO MORBI:જુનાગઢ: મઢડાધામે આઈ શ્રી સોનલ માં જન્મ શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત*

editor

Leave a Comment