• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં સાધ્વીજી નમ્રદર્શિતાશ્રીજી મ.સા. ની ૧૦૬ મી આયંબિલની ઓળી ની પૂર્ણાહુતી પ્રસંગે મોરબી ના જશવંતીબેન પ્રતાપરાય મહેતા પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજાયો*

*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં સાધ્વીજી નમ્રદર્શિતાશ્રીજી મ.સા. ની ૧૦૬ મી આયંબિલની ઓળી ની પૂર્ણાહુતી પ્રસંગે મોરબી ના જશવંતીબેન પ્રતાપરાય મહેતા પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજાયો.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે સાધ્વીજી નમ્રદર્શિતાશ્રીજી મ.સા. ની ૧૦૬ મી આયંબિલની ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે મોરબી ના માતુશ્રી જશવંતીબેન પ્રતાપરાય મહેતા પરિવાર દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજાયો હતો. આ પ્રસંગે જતીનભાઈ મહેતા, જયેશભાઈ ટોળીયા, જતીનભાઈ શેઠ, ચેતનભાઈ શેઠ, હેતભાઈ શેઠ સહીતના જૈન સમાજ ના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે મહાપ્રસાદ પિરસી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.
મોરબી ના મહેતા પરિવાર ના આ પ્રેરણાદાયી કાર્ય બદલ મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, કીશોરભાઈ ચંડીભમર, નિરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, સંજયભાઈ હીરાણી, અનિલભાઈ ગોવાણી, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, અમિતભાઈ પોપટ, હીતેશભાઈ જાની, વિપુલભાઈ પંડીત સહીતના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:”ફ્રી ફ્રી ફ્રી ફ્રી” હા મોરબી મા આર્યુવેદિક નિદાન કેમ્પ ફ્રીમા યોજાશે તો અવશય લાભ લેવા માટે આ વાચો*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા યાત્રા’ ના આયોજન અંગેની બેઠક કલેક્ટરશ્રી કિરણ ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મિતાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું*

editor

Leave a Comment