• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક એસો,ના પ્રમુખશ્રી મનોજભાઈ એરવાડિયાએ અન્ય આગેવાનો સાથે ગાંધીનગર ખાતે સીએમ તથા તેમના અંગત સચિવશ્રી સાથે રૂબરૂ મુલાકાત કરી*

ગાંધીનગર તા ૨૩ આજ રોજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ શ્રી મનોજભાઈ એરવાડિયા સાથે અન્ય આગેવાનો સુખદેવભાઈ,શામજીભાઈ તથા રમેશભાઈ એ ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી તથા તેમના અંગત સચિવશ્રી સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બાંધકામ જંત્રી સંબંધિત મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને જૂના યુનિટોમાં જંત્રીનું મૂલ્ય વધુ આવતાં ખરીદ-વેચાણમાં પડતી મુશ્કેલીઓ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માનનીય મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.

ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીશ્રી સાથે રૂબરૂ મુલાકાત લઈ, તેમની સમક્ષ GPCB તથા ગ્રાઉન્ડ વોટર સંબંધિત પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ મુદ્દાઓ પર પણ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા તેમણે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું તેમજ આગામી સમયમાં મોરબીની મુલાકાત લઈ ઉદ્યોગોને લગતા GPCB સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

આ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાશ્રી સાથે મુલાકાત દરમિયાન ૬૬ કે.વી. સાપર તથા ૨૨૦ કે.વી. રંગપર સબસ્ટેશન અંગે રજૂઆત કરવામાં આવી હતી, જે બાબતે તેમણે સંબંધિત વિભાગને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સાથે જ ગુજરાત ગેસના ભાવમાં ઘટાડા માટે કરાયેલ ભારપૂર્વક રજૂઆત પર પણ તાત્કાલિક નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી અને ઉદ્યોગના મહત્વના પ્રશ્નોમાં સકારાત્મક કાર્યવાહી કરી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
એકંદરે આજની ગાંધીનગરની મુલાકાત અત્યંત ફળદાયી અને સફળ રહી.

Related posts

*મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો* 

Hello Morbi

*HELLO MORBI: વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ઉત્સાહભેર આવકાર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા ના કુનડગામે ધુનની પૂર્ણવૃતિ કરાય*

editor

Leave a Comment