
મોરબી:તા ૨૮ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મોરબી સંચાલિત, મહેતા કુટુંબ પરિવાર પ્રેરિત, શ્રી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 36 વર્ષથી દર બે માસે યોજાતા ફ્રી “કેન્સર નિદાન કેમ્પ” માં મુંબઈના વિખ્યાત કેન્સર સર્જન અને મોરબીના પનોતા પુત્ર ડો. શ્રી વિક્રમભાઈ સંઘવી સાહેબ દ્વારા 200 કેન્સર નિદાન કેમ્પ ની પુર્ણાહુતિ પ્રસંગે સંસ્થા દ્વારા તારીખ 26/07/2026, રવિવારના રોજ ભવ્ય “સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જ્ઞાતિના પ્રમુખ શ્રી ભાવેશભાઈ વી. શાહ, મુખ્ય અતિથિ શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ (માનનીય મંત્રી, શ્રી ગુજરાત સરકાર), શ્રી કિશોરભાઈ મહેતા, શ્રી પલ્લવીબેન શેઠ (દુબઈ), શ્રી ચેતનભાઇ એસ. સંઘવી (મુંબઈ) તથા અતિથિ વિશેષ તરીકે મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા, દંડક શ્રી જયેશભાઈ દેસાઈ તેમજ જૈન સમાજના અગ્રણી શ્રી ભુપતભાઈ સી. દોશી, શ્રી ગુણવંતીબેન એમ. શાહ અને જ્ઞાતિના પૂર્વ પ્રમુખ શ્રી જયેશભાઈ સી. શાહ ઉપસ્થિત રહેલ. આ તકે સંસ્થા તરફથી તેમજ મોરબીની જુદી જુદી સંસ્થાઓ, જ્ઞાતિઓ તથા વિવિધ જૈન સંઘો દ્વારા ડો. શ્રી વિક્રમભાઈ સંઘવી સાહેબ તથા પરિવારનું બહુમાન કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે શ્રી દુર્ગાશંકર છબીલદાસ મહેતા પરિવાર, મોરબી- રાજકોટ તેમજ સ્વ.શાંતાબેન ઉમિયાશંકર દોશી, સ્વ.સરોજબેન પ્રફુલભાઈ દોશી, સ્વ. રેશમાબેન પ્રફુલભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ મહેતા-બાદનપર એ લાભ લીધેલ. કાર્યક્રમના અંતે જ્ઞાતિજમણ નું આયોજન કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સેક્રેટરી શ્રી ભાવેશભાઈ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું…


