• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં BJPનો દબદબો, 49માંથી જીતી 32 સીટો-કૉંગ્રેસની કફોડી હાલત

ગોવા (Goa)માં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)એ જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં 49માંથી 32 બેઠકો પર વિજય(Win) મેળવ્યો છે, જ્યારે વિરોધી પક્ષ કોંગ્રેસ (Congress)ના ખાતામાં માત્ર ચાર બેઠકો (Seats) જ આવી છે. રાજ્યમાં 48 જિલ્લા પંચાયત વિસ્તારોમાં 50 બેઠકો છે, પરંતુ એક બેઠક પર ઉમેદવારનું મોત થયું હોવાના કારણે ચૂંટણી યોજાઇ ન હતી. આ બેઠકો માટે 12 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું.

કૉંગ્રેસને 4 બેઠકો પર મળી જીત

સોમવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 32 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે અપક્ષે સાત બેઠકો જીતી છે. કોંગ્રેસને ચાર બેઠકો, એમજીપીને ત્રણ બેઠકો મળી હતી જ્યારે એનસીપી અને આમ આદમી પાર્ટી (AAP) ને એક-એક બેઠકથી સંતોષ માનવો પડ્યો. આ દરિયાકાંઠાના રાજ્યમાં આ પહેલીવાર છે જ્યારે ચૂંટણીમાં આપ પાર્ટીએ એક બેઠક જીતી છે. અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી પાર્ટી 2022માં યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર લડવાનું લક્ષ્ય લઇને ચાલી રહી છે.

જેપી નડ્ડાએ ગોવાના પરિણામો પર ખુશી વ્યક્ત કરી

રાજ્યમાં વિધાનસભાની 40 બેઠકો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ગોવાના પરિણામો પર ખુશી વ્યક્ત કરી છે. નડ્ડાએ કહ્યું કે, ગોવામાં ભાજપનો વિજય ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારની નીતિઓ પર ખેડુતો, મજૂરો, મહિલાઓ અને યુવાનોનો વિશ્વાસ દર્શાવે છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ભાજપના ચૂંટણી પ્રદર્શન અંગે ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ ભારતીય જનતા પાર્ટી અને તેમના નેતૃત્વ હેઠળ કાર્યરત ગોવા સરકારમાં વિશ્વાસ દર્શાવવા માટે ગોવાના લોકો સમક્ષ નતમસ્તક છે.

ગ્રામીણ મતદારોએ ભાજપ પર વિશ્વાસ દર્શાવ્યો

સાવંતે ટ્વીટ કર્યું, ‘આ વિશ્વાસ અને ભરોસાને આગળ ધપાવીને ચાલો એક શ્રેષ્ઠ અને સ્વયંપૂર્ણ ગોવા રચીએ.’ બાદમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, ગ્રામીણ મતદારોએ ભાજપ અને રાજ્ય સરકારના નેતૃત્વ પર વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે અનેક જિલ્લા પંચાયત વિસ્તારોમાં પાર્ટી મોટા અંતરથી જીતી છે.

Related posts

*HELLO MORBI:જાલીડા:રામધામ મુકામ રામેશ્વર મહાદેવના મંદિર નું જીર્ણોદ્ધાર થશે: સર્વ રઘુવંશી ભાઈ બહેનો અને રામ ભક્તોને ઉમટી પડવા જાહેર નિમંત્રણ:*

editor

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ પાલનપુર દ્રારા શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન* 

editor

આવતીકાલે ભારત બંધનું એલાન, રાજ્યમાં એસટી બસ સેવાને નહીં થાય અસર

Hello Morbi

Leave a Comment