• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વિરમગામમાં ફકીર સમાજના ફારૂક મદાર ગો પ્રેમી તરીકે સેવા ના સુર ગુંજવી માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું*

 

વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે આવેલા આદમ મિયા ના ટેકરા વિસ્તારમાં રહેતા ફકીર સમાજના ફારૂક મદાર સામાજિક સેવાકીય પ્રવૃત્તિ માં ખાસ ગો પ્રેમી તરીકે સેવાનું કાર્ય સતત કરતા હોય તેવા સમયે તેના જ વિસ્તારમાં રહેતા અન્ય કોઈ મુસ્લિમ ભાઈ પશુ ચિંતક બનીને સામાજિક કાર્યકર ફારુકભાઈ ને ગત તારીખ 16 7 2001ના રોજ મોબાઇલ ફોન પર જાણ કરી હતી જેથી ઘટનાસ્થળે પ્રસૂતિની પીડા ધારી ગૌમાતાની મદદ માટે પહોંચ્યા હતા જે સમય દરમિયાન ફારૂકબાપુ તે ગાયને પ્રાથમિક સારવાર કરાવી પરસુતી કરાવીને માલધારી ભરવાડ પાંચાભાઈ મગાભાઈ ને શોધીને ગાય ને વાછરડુ સહી સલામત સુપ્રત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અત્રે નોંધનીય છે કે ફારૂકબાપુ સામાજિક કાર્યક્રમની સાથે સાથે પશુ-પંખી સેવક પણ હોવાથી અગાઉ પણ તેઓએ પ્રસૂતિની પીડા માં ગાય માતાની સેવા કરી હતી અને હાલ પણ તેઓ આ સેવાનું કાર્ય કરી રહ્યા હોય જેથી વિરમગામ પંથકમાં ફકીર સમાજના ફારૂકબાપુ મદાર ગો સેવા કરી વિરમગામમાં માનવ સેવાની સાથે સાથે પશુ પંખી સેવાના સેવક તરીકેની ઓળખ પૂરી પાડી રહ્યા છે જેથી સર્વે સમાજના લોકો ફારૂકબબાપુને સેવાકીય પ્રવૃત્તિ બદલ શુભેચ્છા અભિનંદન પાઠવી તેની સેવાકીય કામગીરીને બિરદાવી રહ્યા છે જે સેવા કાર્યક્રમ દરમિયાન ગાય માતાની પ્રસુતિ ગાય અને વાછરડું ફારૂકબાપુ સાથે તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી & જિલ્લા પુરવઠા કચેરી ખાતે ૩૦ એપ્રિલ સુધી જાહેર રજાઓમાં પણ રેશનકાર્ડનું e-KYC કરાવી શકાસે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બાલંભા:કૃષ્ણમય માહોલ વચ્ચે જન્માષ્ટમી ની ભવ્ય શોભા યાત્રા નીકળી*

editor

*ડીસાના નાના બાળક યુવરાજ ઠકકરે ચેસની રમતમાં કર્યું જોરદાર પર્ફોમન્સ*

Hello Morbi

Leave a Comment