
*ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે
રાજ્ય સરકાર પ્રતિ કિ.ગ્રામ રૂ. પ૦ પ્રમાણે સહાય આપશે*
……
*ફ્રેઇટ ઓન બોર્ડ FOB ભાવ પ્રતિ કિ.ગ્રામ રૂ.૧૮૦ થી વધારીને રૂ. ર૦૦ આપવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય*
…..
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે*
*મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીશ્રીએ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ ૧૮૦ને બદલે રૂ. ર૦૦ આપવાનો નિર્ણય લીધો છે*.
*રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરે છે*.
આ જોગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂ. પ૦ મહત્તમ નિકાસ સહાય ૬ મહિનાના સમયગાળા માટે રૂ. ૧પ૦ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવેલી હતી.
*રાજ્યના દૂધ સંઘોએ આ વર્ષે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત કરીને FOB(ફ્રેઇટ ઓન બોર્ડ) પ્રતિકિલો રૂ. ૧૮૦ થી વધારીને ર૦૦ કરવા તેમજ યોજનાની અવધિમાં પણ વધારો કરવા વિનંતી કરી હતી*
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તદઅનુસાર, ૧ જુલાઇ-ર૦ર૧થી તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૧ સુધીના ૬ માસ માટે રૂ. પ૦ પ્રતિ કિ.ગ્રામ સહાય મંજૂર કરી છે*.
*એટલું જ નહિ, FOB ભાવ પરિવહન ખર્ચ સાથે રૂ. ર૦૦ પ્રમાણે આપવાનો નિર્ણય તેમણે કર્યો છે*.
*મુખ્યમંત્રીશ્રીએ એવું પણ સૂચવ્યું છે કે, જો સ્કીમ મિલ્ક પાવડરના FOB ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. એટલે કે જો FOB ભાવ રૂ. ર૦૦થી વધીને ર૧૦ થાય તો, નિકાસ સહાય રૂ. પ૦ થી ઘટીને રૂ. ૪૦ થશે*.
*જો FOB ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત એટેલે કે રૂ. પ૦ પ્રતિ કિ.ગ્રામ જ રહેશે*
. *આ સમગ્ર યોજના રૂ. ૧પ૦ કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે*.
મુખયમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે સ્કીમ મિલ્ક પાવડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં થતી વધ-ઘટથી થતું નુકશાન પશુપાલકો સરભર કરી શકશે અને તેમને આર્થિક રાહત પ્રાપ્ત થશે.
સીએમપીઆરઓ/અરૂણ…. ……
