• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દવારા ધરણા કાર્યક્રમ યોજી આવેદન પત્ર આપ્યું*

શરદ એમ.રાવલ.. હડિયાણા

અખિલ ભારતીય પ્રા.શિક્ષક સંઘ સંલગ્ન ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘ દવારા પુરા ભારત માં જૂની પેંશન યોજના ફરી શરૂ કરવા બાબતે પુરા ભારત માં તાલુકા કક્ષાએ એક દિવસ ધરણા કાર્યક્રમ નો કાર્યક્રમ આપેલ .જે અન્વયે જોડિયા તાલુકા પ્રા.શિક્ષક સંઘ દવારા આજે એક દિવસ ના ધરણા યોજાયા .જેમાં જૂની પેંશન યોજના ફરી શરૂ કરવા ,7 માં પગાર પંચ ના તમામ લાભ ઝડપથી આપવા,htat ના મહેકમ માં સુધારા કરવા,બદલી ના નવા નિયમો ઝડપથી બાર પાડવા ,સી.સી.ની મુદત માં વધારો કરવા તથા અન્ય પ્રશ્નો બાબતે માં.પ્રધાનમંત્રી સાહેબ તથા મા.મુખ્યમંત્રી સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવેલ.આ આવેદન પત્ર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઊર્મિબેન સાગઠિયા ને મારફત આવેદન આપવામાં આવેલ.જે તાલુકા સંઘ ના પ્રમુખ ભાવેશભાઈ પનારા મહામંત્રી શ્રી ગેલાભાઈ જારીયા તથા અન્ય તાલુકા સંઘ ના અન્ય હોદેદારો દવારા આવેદન આપેલ .અને મોટી સંખ્યા માં શિક્ષક ભાઈઓ બહેનો હજાર રહ્યા હતા.અને ખાસ જોડિયા તાલુકા તલાટી મંડળ ના હોદેદારો પણ જોડાઈ ને ટેકો આપ્યો હતો.તાલુકા સંઘે એમનો આભાર માન્યો હતો.આગામી જિલ્લા કક્ષા ના ધરણા માં પણ જિલ્લા કક્ષાએ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેશે .અને માંગણી પુરી કરવા સતત લડત આપવા જોડિયા તાલુકા ના શિક્ષકો આંદોલન માં જોડાશે….

 

Related posts

*વાહનચાલકોમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત રોડ સેફટી દ્વારા કેમ્પ યોજાયો*

Hello Morbi

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય*

Hello Morbi

*HELLO MORBI NEWS:માણેકપર ગામખાતે સરપંચશ્રી ક્રિષ્નાબેન તેમજ અરુણાબેન પાદરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઇ*

editor

Leave a Comment