• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા ખાતે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા જિલ્લાની બેઠક મળી*

બેઠકમાં જિલ્લા અધ્યક્ષ ભગવાનદાસ બંધુની સાથે અપેક્ષિત હોદ્દેદારોની ઉપસ્થિતિ

 

આવનાર સમયમાં વિવિધ કાર્યક્રમો માટે વિચાર-વિમર્શ થયો

——‐———————————

 

બનાસકાંઠા જિલ્લા અખિલ ભારતીય સાહિત્ય પરિષદના અધ્યક્ષ ભગવાનદાસ બંધુના અધ્યક્ષ સ્થાને ડીસા રોટરી ક્લબ ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં વિવિધ કાર્યક્રમોને અનુલક્ષીને વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી સમયમાં સાહિત્યક્ષેત્રે શું શું કરી શકાય તેનું મનોમંથન કરાયું હતું અને વસંત પંચમીના દિવસે દરેક તાલુકા કક્ષાએ એક કાર્યક્રમ કરવામાં આવશે તેવો પણ મહત્વનો નિર્ણય કરાયો હતો.આ ઉપરાંત આગામી સમયમાં જિલ્લા કક્ષાની બેઠકનું આયોજન કરવા અંગે વિવિધ સ્થળોની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં જિલ્લા અધ્યક્ષ ભગવાનદાસ બંધુ, પ્રદેશ મંત્રી ચેતનભાઇ જોશી, મહામંત્રી ડો. બાબુભાઈ પટેલ,ઉપાધ્યક્ષ પરમાનંદભાઈ શર્મા, જિલ્લા મંત્રી પ્રવીણભાઈ નાઇ , ડીસા તાલુકા અધ્યક્ષ નટુભાઈ વ્યાસ,સંરક્ષક નાથાલાલ ખત્રી, મંત્રી નરસિંહભાઇ દેસાઈ,સક્રિય સદસ્યો પરબતકુમાર નાઈ,પ્રવીણભાઈ પટેલ, ચંદુભાઈ એટીડી ,નરેશભાઈ જોષી વગેરે હાજર રહ્યા હતા.સામૂહિક ખુલ્લા મનનાં સૂચનો,ચર્ચા,માર્ગદર્શન બાદ

છેલ્લે ભોજન લઇ સૌ સાહિત્ય શ્રેષ્ઠીઓ છૂટા પડ્યા હતા.

Related posts

*ટંકારા જીવામામાની જગ્યા સામે આવેલ પાણીના હોકરમાં સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડ ખાલી કરતા ટેન્કર ચાલક ની ટંકારા પોલીસ દ્વારા અટક*

Hello Morbi

*HELLO MORBI:હિંદુ હ્દય સમ્રાટ વાંકાનેર-67 ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સમગ્ર ગુજરાતના રઘુવંશી લોહાણા સમાજ દ્રારા જાલીડા રામધામ ખાતે થયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ૩૫૦ થી વધુ જરૂરિયાત મંદ લોકોને ધાબરા વિતરણ કરાયા*

editor

Leave a Comment