• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માં રાષ્ટ્રીય કક્ષાએ ડિલિવરી માં રાષ્ટ્રિય ગુણવત્તા ખાતરી ધોરણો ( LAQSHYA) પર ખરાં ઉતરતાં રાજકોટ રિજીઓનનું એક માત્ર અને જામનગર જીલ્લાનુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ધુતારપરને રાષ્ટ્રીય કક્ષાનો LAQSHYA એવોર્ડ પ્રાપ્ત થયો*

શરદ એમ.રાવલ.હડિયાણા..

જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર સામુહિક આરોગ્ય કેન્દ્રોને ભારત સરકારશ્રીના રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS )પ્રોગ્રામ અંતર્ગત LAQSHYA એવોર્ડ આપવામાં આવે છે. જેમા ઘુતારપર સા. આ. કે. 86% સાથે રાષ્ટ્રીય કક્ષાના LAQSHYA એવોર્ડ મા સમગ્ર રાજકોટ રિજીયન અને જીલ્લામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

 

રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકનકાર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રોના વિવિધ વિભાગો જેવાં કે, પ્રસૂતિ વિભાગ, સામાન્ય વહીવટ અને રાષ્રીરીય સ્વાસ્થ્ય કાર્યક્રમોનું વિવિધ આયામો અંતર્ગત ૨-૨ દિવસ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

 

જિલ્લામાં આરોગ્યની સ્થિતિ વધુ બહેતર બને તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ સાહેબ પ્રયત્નશીલ છે. તેમની પ્રેરણા ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ભારતી બેન ધોળકિયા ના માર્ગદર્શન અને જિલ્લા ના મેન્ટર ડો સુભાષ ધમસાનિયાની અને ડો દીપ્તિબેન જોશી ના સીધી દેખરેખ હેઠળ વર્ષ-૨૦૨૧ માં કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા ઘુતારપુર સામુહિક આરોગ્ય કેન્દ્રનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સ્તરના ગુણવત્તા ધોરણોમાં આ આરોગ્ય કેન્દ્રને LAQSHYA સર્ટિફાઇડ કરવામાં આવ્યું છે.

 

જામનગર જિલ્લામાં કોરોનાકાળમાં પણ દર્દીઓની ગુણવત્તાસભર કાળજી લેવામાં આવી હતી. આ ઉપરાંત પણ આરોગ્ય સ્તર ઉંચું જાય તે માટે સઘન પ્રયત્નો કરવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા અને ગુણવત્તા સાથે દર્દીઓ સાથે આત્મીયતાપૂર્વક સેવા કરીને દર્દી દેવો ભવઃ ની ભાવના સાર્થક થતી જોવાં મળે છે.

 

*સામુહીક આરોગ્ય કેન્દ્રના ઈ.ચાર્જ અધિક્ષકશ્રી ડૉ જૈગિષ એચ. વ્યાસ* તથા એમની ટીમ અને તેમજ જિલ્લા ક્વોલિટી ટીમ જામનગર ના સહયોગ દ્વારા ધુતારપર કેન્દ્રને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવાન્વિત કરવામાં ખૂબ મોટો ફાળો રહ્યો છે.

 

આ સામુહિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્યકર્મીઓ દર્દી સાથે ખૂબ પ્રેમભાવથી વર્તે છે અને આ આરોગ્ય કેન્દ્રોમાં ખાનગી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ જેવી સેવાઓ આપવામાં આવે છે. યોગ્ય વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત સુવાવડ ની સેવાઓ મળે છે. તેમજ ઉત્તમ આરોગ્ય સેવાઓને લઇને ગામના લોકોનો ખૂબ જ સહયોગ મળે છે…..

 

Related posts

*જોડીયા ના દુધઈ ગામે રેપીટ ટેસ્ટ નો કેમ્પ યોજાયો*

Hello Morbi

*મોરબીમાં રઘુવંશી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ના ભાગરૂપે સન્માન સમારંભ યોજાયો*

Hello Morbi

*ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન-મોરબી બ્રાંચ દ્વારા ડોક્ટરસ ડે ની અનોખી રીતે ઉજવણી કરી * 

Hello Morbi

Leave a Comment