• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શ્રી હડિયાણા કન્યાશાળામાં ઉજવણી*

શરદ એમ.રાવલ..

હડિયાણા..

આદિકાળથી સમાજમાં રહેલી સંકુચિત રૂઢિચુસ્ત પ્રણાલીઓને કારણે મહિલાઓનું શોષણ થતું રહ્યું છે. સ્ત્રીઓની ઉપેક્ષા થતી આવી છે. પરંતુ વર્તમાન સમયમાં સ્ત્રીઓ અબળામાંથી સબળા બની રહે, તેઓ પણ પોતાની કાબેલિયત દરેક ક્ષેત્રમાં પુરવાર કરે તથા આજની સ્ત્રી ઘરની બહાર નીકળી એક કુશળ શાસક, કુશળ ખેલાડી, કુશળ વહીવટકર્તા, કુશળ સમાજસેવિકા બની રહે તે માટે ભારત સહિત સમગ્ર વિશ્વમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી કરી મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળામાં શ્રી રવેચી કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાવડી ના સહયોગથી ખૂબ ધામધૂમથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અનુસાર આજરોજ શાળાના મદદનીશ શિક્ષિકા દેવાંગીબેન બારીયાના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬ થી ૮ ની ૬૦ જેટલી વિદ્યાર્થિનીઓને મહિલાઓના પ્રશ્નોને વાચા આપતો “નારી તું નારાયણી” નામનો એક પ્રોજેક્ટ વર્ક આપવામાં આવ્યું હતો. જેમાં મહિલા જાગૃતિ, મહિલા સશક્તિકરણ, સ્ત્રી શિક્ષણ વગેરે જેવા મુદ્દાઓ જાગ્રત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ વર્કમાંથી ઉત્તમ પ્રોજેક્ટ રજુ કરનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત આજ રોજ શાળામાં “હેલ્ધી લંચ બોક્સ” સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૌષ્ટિક આહારથી સભર વિદ્યાર્થીનોના લંચ બોક્સમાંથી શ્રેષ્ઠ લંચ બોક્સ પસંદ કરવાનો હતો.આ સ્પર્ધાનો હેતુ બાળકો અને વાલીઓમાં પોષક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સ્ત્રીઓને સશક્ત બનાવવાનો હતો. આ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર ધોરણ 1 થી 8 ની તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અરવિંદ મકવાણા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માં શ્રી રવેચી કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાવડીનો સહયોગ પ્રાપ્ત થયો હતો…..

 

Related posts

*HELLO MORBI NEWS; પડધરી: અયોધ્યા ચોક ખાતે ભવ્યથી દિવ્ય ગણેશ ઉત્સવનું આયોજન; મોટી સંખ્યામાં ભક્તગણ બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે*

editor

*HELLO MORBI:કલેકટર્સ પછી આજે રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ કુરુક્ષેત્રમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે*

editor

*HELLO MORBI;પોરબંદર લોકસભા બેઠક પર શોસિયલ મીડિયા ના ઇન્ચાર્જ તરીકે મોરબીના પારસ સોનીની નિમણૂક**

editor

Leave a Comment