
ડીસાનાં રમતવીર તેજસ્વી બાળકોનું જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું સન્માન
ડીસાનાં બાળકોએ પોતપોતાના રમતક્ષેત્રમાં આગવી સફળતા હાંસલ કરી જલારામ મંદિર ડીસા ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા હતા. સ્કેટિંગમાં વર્લ્ડ રેકોર્ડ કરી ગોલ્ડ મેડલ મેળવનાર ડીસાના હોનહાર બાળકો હીત અને યુવરાજ અલ્પેશભાઈ દેવચંદભાઈ પૂજારા, બનાસકાંઠા જિલ્લા ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવનાર ડીસાની હોનહાર દીકરી વીરા નરેશભાઈ ઉડેચા તેમજ લાઠીદાવમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ડીસાની હોનહાર દીકરી ધાર્મિ મનોજકુમાર ઠક્કર સહિત તમામ બાળકોએ જલારામ મંદિર ખાતે પોતાના પરિવારજનો સાથે પધારી, પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી, આશીર્વાદ લીધા હતા.
આ શુભ અવસરે તમામ બાળકોનું કંકુતિલક,ફૂલછડી,સાલ તેમજ પુસ્તકથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.જલારામ ભક્તો સર્વ ભગવાનભાઈ બંધુ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, કમલેશભાઈ રાચ્છ, કલ્પેશભાઈ -લાલાભાઈ, હિતેશભાઈ સોનપાલ, ઈશ્ર્વરભાઈ રાવળ સહિત સૌએ શાબ્દિક શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા. બાળકોના વાલીઓ દેવચંદભાઈ પૂજારા તેમજ નરેશભાઈ ઉડેચાએ બાળકોને પ્રોત્સાહિત કરવા બદલ ઋણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રેરણાદાયી અવસરે હસમુખભાઈ ચૌહાણ, કનુભાઈ મધુસુદનભાઈ ગોકલાણી, ગણપતભાઈ અખાણી, રમેશભાઈ પટેલ, અરવિંદભાઈ ચંદુલાલ અખાણી, મહેશભાઈ ત્રિકમલાલ ઠક્કર, વિનોદભાઈ ગોહિલ, અલ્પેશભાઈ પૂજારા સહિત ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહીને તમામ બાળકોને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
