• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાની પૂજ્ય લીલાશાહ કુટિયા માટે પૂજ્ય આનંદમંર્તિજી મહારાજ તરફથી આશીર્વાદ સ્વરૂપ મળેલ યોગદાન*

ખૂબ જ દિવ્ય,પવિત્ર, ભાગ્યશાળી,પૂન્યશાળી,ધાર્મિક, જીવદયાપ્રેમી,નસીબદાર એવી ડીસા નગરીમાં પરમ વંદનીય, પૂજનીય સદગુરૂદેવ ભગવાન લીલાશાહ મહારાજની કુટિયા,આશ્રમ,સેવાધામ નિર્માણ થવા જઈ રહેલ છે ત્યારે વર્તમાન સમયના અતિ વિદ્વાન આધ્યાત્મિક વકતા સદગુરૂદેવ ભગવાન પૂજ્ય આનંદમૂર્તિજી મહારાજ તરફથી પણ સંત લીલાશાહ સમિતિ ડીસાને આશીર્વાદ સ્વરૂપે રૂપિયા 1,00,000 (એક લાખ) નું યોગદાન મળતાં સંત લીલાશાહ પરિવારમાં આનંદ અને ઉત્સાહની અનેરી લાગણી પ્રસરી છે.

પૂજ્ય આનંદમૂર્તિજી મહારાજના આદેશ અનુસાર સંત શિરોમણી લીલાશાહ મહારાજની 142 મી જન્મજયંતિ નિમિતે આ રકમ લીલાશાહ સમિતિ ડીસાના સર્વ વિજયકુમાર હેમનાની,રમેશભાઈ ભાગચંદાણી,પ્રકાશભાઈ આસનાની,નરેશભાઈ ઠરિયાણી,અનીલભાઈ ફુલવાણી તેમજ જીગરકુમાર ઠરિયાણી સહિતની ટીમને સુપ્રત કરવામાં આવી હતી.

આ દિવ્ય અવસરે આનંદ સત્સંગ પરિવાર તેમજ જલારામ ટ્રસ્ટ ડીસાના સર્વ ડો.કિશોરભાઈ આસનાની,જયંતિભાઈ ઓઢાવાળા,ભગવાનભાઈ બંધુ,દીલીપભાઈ એમ.ઠકકર,વસંતભાઈ એન.ઠકકર, શશીકાંતભાઈ ડી.ઠકકર, મહેશભાઈ ઉડેચા,મનોજભાઈ કે.ઠક્કર, આર.ડી.ઠકકર, નાનકભાઈ ઠકકર, નરેશભાઈ આચાર્ય, દિનેશભાઈ ચોકસી, આનંદભાઈ પી.ઠકકર સહિત સૌ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સંત લીલાશાહ આશ્રમ સમિતિ તેમજ જન્મોત્સવ સમિતિએ આનંદ તેમજ આભારની લાગણી વ્યક્ત કરી ખૂબ જ ગૌરવભેર પૂજ્ય આનંદમૂર્તિજી મહારાજને સાદર વંદન કરી નિરંતર આશીર્વાદની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં બાળ ભિક્ષાવૃત્તિ કરાવતા વાલીની અટકાયત કરી બાળકો તેમજ વાલીને કાયદાની સમજ અપાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો*

editor

Leave a Comment