• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના રામભકત રઘુવંશી લોહાણા અગ્રણીનું થયેલ દુઃખદ નિધન*

છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ ધાર્મિક એવા ડીસા નગરમાં શ્રી રામચરિત માનસ મંડળ કાર્યરત છે.આ મંડળના પાયાના નિષ્ઠાવાન આગેવાન તેમજ વર્તમાન પ્રમુખ એવા શાંતિલાલ પ્રાણલાલ ઠકકરનું દુબઈ ખાતે દુઃખદ નિધન થતાં સૌએ ઉંડા આઘાતની લાગણી અનુભવી છે.

ડીસા રઘુવંશી દેશી લોહાણા સમાજના અગ્રણીઓ સર્વ કનુભાઈ આચાર્ય, જયંતિભાઈ ઓઢાવાળા,ભગવાનભાઈ બંધુ,રજનીભાઈ બી.ઠકકર, બાબુલાલ પ્રાઈમવાળા,નિલેષભાઈ એચ.ઠકકર, દિનેશભાઈ દીપવાળા,દેવચંદભાઈ એન.ઠકકર, દીલીપભાઈ વકીલ, આર.ડી.ઠકકર, આનંદભાઈ પી.ઠક્કર તેમજ શ્રી રામ ચરિત માનસ મંડળ ડીસાના સર્વ આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિવાળા,નટુભાઈ લીંબાચીયા,નવીનભાઈ પ્રજાપતિ,સંજયભાઈ બારોટ સહિત સૌએ સદગત શાંતિભાઈ અખાણીને શ્રધ્ધાંજલી અર્પણ કરી તેમના દિવ્ય આત્માની ચિરશાંતિ માટે લાગણીસભર પ્રાર્થના કરી હતી.

સદગત શાંતિભાઈ ઠકકર/અખાણી ખૂબ જ ધાર્મિક, માયાળુ,મિલનસાર, સમાજપ્રેમી,પરોપકારી અને નિર્વિવાદ વ્યક્તિ હતા.દુઃખ અને આઘાતની આ વસમી વેળાએ સહકાર આપનાર સૌ કોઈ પ્રત્યે તેમના સુપુત્રો અતુલભાઈ અને મહેશભાઈએ ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*HELLO MORBI: મગફળીના પાકમાં મુંડા જીવાતના સંકલિત વ્યવસ્થાપન અંગે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર*

editor

*HELLO મોરબી શહેર યુવા ભાજપ મંત્રી દ્વારા પ્રેરિત ઉજવણી કરાઈ દીકરી ના જન્મ દિવસની*

editor

*ઉમા વિદ્યા સંકુલ જાંબુડા પાટીયા નો વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થયો*

Hello Morbi

Leave a Comment