• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા ના જશાપર ગામે પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક મહોત્સવ ૨૦૨૨ યોજાયો*

શરદ એમ.રાવલ.હડિયાણા..તારીખ:- 6/05/2022

આજરોજ શ્રી જસાપર પ્રાથમિક શાળા તાલુકો- જોડીયા, જિલ્લો- જામનગર ખાતે વાર્ષિક મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું……

આ કાર્યક્રમ મહેમાનો ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ને કાર્યક્રમ ને શરૂઆત કરવામાં આવી હતી.અને તમામ મહેમાનો નું સન્માન કરવામાં આવ્યું હતું… જેમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને વિવિધ કૃતિઓ રજુ કરી હતી. જેમ કે પ્રાચીન રાસ,. અર્વાચીન રાસ,. ડાન્સ,. નાટક,. વેતીયા ડાન્સ,.શિવતાંડવ નાટ્ય.. અભિનય તેમજ આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ને તૈયાર કરવા માટે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ દ્વારા અને ગામની દીકરીઓ દ્વારા સહયોગ મળ્યો હતો. આ વાર્ષિક મહોત્સવ ને નિહાળવા માટે જામનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન- લગધીરસિંહ જાડેજા,. ગુજરાત બિન અનામત આયોગ ના પૂર્વ ચેરમેન- શ્રી બી.એચ. ઘોડાસરા સાહેબ,. જામનગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ- ડી. ડી. જીવાણી..મયુરભાઈ ડી.ચનીયારા.. નવલભાઇ મુંગરા.. જયંતીભાઈ કગથરા.. કે.પી. ભીમાણી..રામજીભાઈ પનારા,.જશાપર સેવા સહકારી મંડળી ના પ્રમુખ બીપીનભાઈ પનારા.. ગામના સરપંચ શ્રી હેમરાજભાઈ પનારા, તલાટી કમ મંત્રી શ્રી કલ્પેશભાઈ કાનાણી, જોડિયા તાલુકાના બી.આર.સી કૉ ઓર્ડીનેટર આશિષભાઈ રામાનુજ, પીઠડ સી.આર.સી ના સી.આર.સી.કો-ઓર્ડીનેટર અજયભાઈ વીરડા, જોડીયા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ભાવેશભાઈ પનારા તેમજ મહામંત્રી શ્રી ગેલાભાઈ જારીયા, નવોદય કેન્દ્રીય વિદ્યાલય અલીયાબાડા ના આચાર્યશ્રી બોરોલે સાહેબ.. ગામના વડીલ અને જાંબુડા પાટિયા ઉમા વિધા સંકુલ છાત્રાલય ના સંચાલક- ગિરિધર બાપા પનારા.. ગ્રામ પંચાયતના સદસ્યો, ગામના વિવિધ મંડળ અને મંડળીના પ્રમુખ – મંત્રી તેમજ સદસ્યશ્રીઓ તેમજ જોડીયા અને ધ્રોલ તાલુકાની વિવિધ શાળાના શિક્ષક મિત્રો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજુબાજુના ગામના વાલીઓ પણ કાર્યક્રમ નિહાળવા માટે પધારેલ હતા. કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું સ્વાગત પ્રવચન સાગરભાઇ પીપરીયા દ્વારા રજૂ થયું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન માઇક સિસ્ટમનું ઓપરેટિંગ અને શાળા ની સિધ્ધિ અને વિશેષતા ડાંગર કલ્પેશભાઈ દ્વારા રજુ કરવામાં આવી. તેમજ સંચાલન રાજેશભાઈ ચભાડીયા અને વિદ્યાર્થીઓ દ્વારા થયું. કાર્યક્રમના અંતે આભાર વિધિ આચાર્યશ્રી કણઝારીયા રજનીકાંતભાઈ દ્વારા કરવામાં આવી. તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો શ્રી મીનાક્ષીબેન દલસાણીયા અને લલીતભાઈ પટેલ તેમજ પ્રવાસી શિક્ષિકા પ્રીતિબેન પનારા દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે વાર્ષિક પરીક્ષા 2022માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ધોરણ 1 થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે ના દાતાશ્રી ડો. વિમલભાઈ હરજીભાઈ જાવીયા હતા. આ ઉપરાંત શ્રી જસાપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ અને હાલમાં સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું શાળા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોએ શાળાના સ્ટાફને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. તેમજ શાળા પરિવાર દ્વારા શાળાને જરૂરિયાતના સમયે અને વાર્ષિક મહોત્સવ 2022 ના કાર્યક્રમમાં મદદરૂપ થનાર દાતાઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે બધાના માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી…..

 

Related posts

*HELLO MORBI: જશાપર પ્રાથમિક શાળાના શિક્ષકની ઉત્કૃષ્ટ કામગીરી*

editor

*HELLO MORBI:સમસ્ત રઘુવંશી સમાજ-મોરબી દ્વારા પૂ.જલારામ બાપા ની ૨૨૪મી જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે.*

editor

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

Leave a Comment