• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૦૫ તથા રોકડ રકમ રૂ.૩૪,૪૧૦/ સાથે પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી કોડીનાર પોલીસ ટીમ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

 

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ તથા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા પ્રોહી-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પો.સબ ઇન્સ. શ્રી એસ.એન.ચુડાસમા સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ આજરોજ રાત્રિના કોડીનાર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા ડી-સ્ટાફ ઇન્ચાર્જ પો.હેડ કોન્સ. ડી.ડી.બારડ તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ અરજનભાઇ તથા પો.કોન્સ. જગદીશભાઇ રામસીંગભાઇ તથા દિનેશભાઇ કાનાભાઇ તથા ક્રૃપાલસિંહ અતુલસિંહ તથા નંદીશભાઇ જેસીંગભાઇ એ રીતેના પોલીસ સ્ટાફ કોડીનાર ટાઉન વિસ્તારમાં ક.૨૧/૦૦ વાગ્યાથી પેટ્રોલીંગમા હતા. દરમ્યાન સાથેના પો.કોન્સ. જગદીશભાઇ રામસીંગભાઇ તથા દિનેશભાઇ કાનાભાઇ નાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે કોડીનાર સુકુનબાગ સોસાયટીમાં અમુક ઇસમો જાહેરમાં ગોળ કુંડાળુ વળી સ્ટ્રીટ લાઇટના અંજવાળે હાર જીતનો જુગાર રમે છે, જેથી તુરંત બે રાહદારી પંચોને બોલાવી સદરહું બાતમી હકીકતથી વાકેફ કરી પૈદલ ચાલી બાતમી હકીકતવાળી જગ્યાએ આવતા સુકુનબાગ સોસાયટી ચોકમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં રોડ ઉપર પાંચ ઈસમો ગોળ કુંડાળુ વળી હાર જીતનો જુગાર રમતા હોય, જેથી રેઇડ કરી પાંચેય ઇસમોને ચારે બાજુથી કોર્ડન કરી જેમના તેમ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે આરોપીઓ (૧) મન્સુરભાઇ હુસેનભાઇ મન્સુરી-પીંજારા મુસ્લીમ ઉ.વ.૬ર ધંધો-મજુરી રહે.કોડીનાર (ર) ઇમરાનભાઇ ગનીભાઇ મન્સુરી-પીંજારા મુસ્લીમ ઉ.વ.૩૮ ધંધો-મજુરી રહે.વેરાવળ

(3) શબ્બીરભાઇ યુસુફભાઇ મન્સુરી-પીંજારા મુસ્લીમ ઉ.વ.૪૪ ધંધો-વેપાર રહે.કોડીનાર

શફીભાઇ હસનભાઇ મન્સુરી-પીંજારા મુસ્લીમ ઉ.વ.૪ર ધંધો-મજુરી રહે.કોડીનાર (૫) દાદાભાઇ કમાલભાઇ મન્સુરી-પીંજારા મુસ્લીમ ઉ.વ.૫૨ ધંધો-ખેતી રહે.કોડીનાર

વાળાઓ હારજીતનો જુગાર રમતા રોકડ રૂ.૩૪,૪૧૦/- તથા ગંજીપત્તાના પાના સાથે મળી આવતા કોડીનાર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૨૨૨૦૫૬૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

Related posts

*HELLO MORBI:ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ કન્વીનર સુખદેવભાઈ ડાભીનો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી*

editor

*HELLO MORBI:શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે*

editor

Leave a Comment