• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના જીરાગઢ ગામ ના પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો*

શરદ એમ.રાવલ હડિયાણા. જામનગર જિલ્લાના જોડિયા તાલુકા ની જીરાગઢ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક જાદવ મગાભાઈ ખીમાભાઈ નો વિદાય કાર્યક્રમ યોજાયો………

આજરોજ શિક્ષકના વિદાય કાર્યક્રમમાં મહેમાનો ના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ થયો. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત તેમજ વિદાય ગીત અભિનય સાથે રજુ કરાયા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ધ્રોલ તાલુકા સંઘના પ્રમુખશ્રી ગજેન્દ્ર સિંહ જાડેજા. જોડીયા સંઘના પ્રમુખ ભાવેશ પનારા. મહામંત્રી ગેલાભાઈ જારીયા. તમામ કારોબારી સભ્યો તાલુકા શાળા પીઠડ ના તમામ શિક્ષકો સી.આર.સી પીઠડ ના તમામ શિક્ષકો જોડિયા તાલુકાના શિક્ષકો મોટાભાગના હાજર રહ્યા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ ફેરફાર દ્વારા કરવામાં આવ્યું. આ ઉપરાંત જીરાગઢ ના સરપંચ શ્રી કાંતિભાઈ કાચા. જોડિયા તાલુકાના ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ ગ્રામ પંચાયતના સભ્યો. એસ.એમ.સી.ના સભ્યો. આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા. અમરશીભાઈ ગમારા દ્વારા શાળાના તમામ શિક્ષકો નું સન્માન કરાયું. આ સાથે ધોરણ આઠના બાળકો નો પણ વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો. તેમજ દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવી. શાળા સ્ટાફ દ્વારા નિવૃત્ત થનાર શિક્ષકોને સન્માન પત્રક સોનાની વિટી ભેટ આપવામાં આવી. નિવૃત્ત થનાર શિક્ષક શ્રી મંગાભાઈ જાદવ દ્વારા શાળાને લેપટોપ અર્પણ કર્યું. શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ ડાંગરે પ્રાસંગિક પ્રવચન કર્યું. તેમજ રમેશભાઈ મકવાણા તેમજ અલ્પેશભાઈ દલસાણીયા દ્વારા આભાર વ્યક્ત કરાયો. અંતમાં સમગ્ર લોકોએ સાથે ભોજન લઇ કાર્યક્રમ પૂર્ણ કર્યો…..

Related posts

*ભારતીય બનાવટનો વિદેશી દારૂ ફોર-વ્હીલના ચોર ખાનામાંથી કુલ રૂ.૩,૨૯,૦૩૫/ ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પડતી ઉના પોલીસ ટીમ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે રવિવારે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે.*

editor

*મોરબીની ક્યુટ પરી તનાજ બાનુ નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

Hello Morbi

Leave a Comment