• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા ની લીંબુડા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કન્યા કેળવણી મહોત્સવ 2022 ની ભવ્ય ઉજવણી કરાઈ*

રિપોર્ટર.શરદ એમ.રાવલ.
તા.જોડિયા. ગામ.હડિયાણા.

આજરોજ શ્રી લીંબુડા પ્રાથમિક શાળા તાલુકો જોડીયા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2022 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

જેમાં જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી વિજયભાઈ સુરેલીયા તથા લાઇઝન અધિકારી શ્રી કનુભાઈ જાટીયા, તાલુકા પંચાયત સર્કલ અધિકારી શ્રી ગઢીયા સાહેબ, વિસ્તરણ અધિકારી ઘેટિયાસાહેબ, તલાટી કમ મંત્રી લીંબાસિયા ભાઈ,ગામના સરપંચ શ્રી બીપીનભાઇ,જોડીયા એપીએમસીના ડાયરેક્ટર શ્રી જીતુભાઈ ,તાલુકા પંચાયત જોડીયા ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી જોસનાબેન, એસએમસી ના અધ્યક્ષ હર્ષાબેન તથા બહોળી સંખ્યામાં વાલીગણની ઉપસ્થિતિમાં ધોરણ એક અને આંગણવાડીના બાળકો ને શાળામાં પ્રવેશ અપાવી બાળકોને શૈક્ષણિક કીટ એનાયત કરવામાં આવી. વધુમાં ધોરણ ૩ થી ૮ માં તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. આજરોજ તમામ બાળકોને છત્રોલા શૈલેષભાઈ ગિરધરભાઈ તરફથી તિથિ ભોજન કરાવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું તેમજ આઝાદીકા અમૃત મહોત્સવ અને વૃક્ષ બચાવો વિશે વિદ્યાર્થીઓએ સ્પીચ રજૂ કરી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય રમેશભાઈ ગાંભવાએ આભાર દર્શન કરી અંતે વૃક્ષારોપણ કાર્ય પૂર્ણ કરી સૌ મહેમાન સાથે પ્રસાદ લઈ છુટા પડ્યા.

Related posts

*HELLO MORBI: નગરપાલિકાના આકસ્મિક મુલાકાત લેતા મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે. બી. ઝવેરીઃ ૨૦ ગેરહાજર કર્મચારીને કલેક્ટરશ્રી દ્વારા નોટિસ*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું*

editor

*ગીર ગઢડા તાલુકાના યુવા પત્રકાર ઈરફાન*  *ભાઈ લીલાણી નો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment