*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
*નાણાકીય વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ ના કામોની તપાસની માંગ કરતાં યુવા કોળી સમાજનાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા*
યુવા કોળી સમાજનાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા એ વિજિલન્સ કમિશન ગાંધીનગર ને પત્ર લખી માંગ કરી છે કે ઉના, કોડીનાર માર્ગ અને મકાન વિભાગ ( સ્ટેટ ) ની કચેરી માં ઓછા કર્મચારી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ ( સ્ટેટ ) દ્વારા અનેક કામો કરવામાં આવતા હોય ત્યારે એક કરતા વધારે કામ ચાલતા હોય ત્યારે બિન જવાબદાર અને બિન અનુભવી રોજમદાર કે આઉંસોર્સિંગ કર્મચારી ની દેખરેખ નીચે કામો થતા હોય છે.ત્યારે આવા બિન જવાબદાર અનુભવ વગર નાં , રોજમદાર કે આઉસોર્સિંગ કર્મચારી ની જવાબદારી જે તે કામ માં ના હોય અને બિન અનુભવી હોય કામો માં ભ્રષ્ટાચાર થવાની શક્યતા રહે છે .
માર્ગ અને મકાન વિભાગ ( સ્ટેટ ) ની કર્મચારી ઓ ને રોડ ,રસ્તા કે બિલ્ડિંગ ના કામો બાબત ની માર્ગદર્શીકા નું પાલન ન થવાને કારણે કામો ની ગુણવતા માં પણ અસર કરે છે.ત્યારે ઉના,કોડીનાર માં હાલ અધિક મદદનીશ ઇજનેર અને વર્ક આસિસ્ટન્ટ છે.કરોડો રૂપિયાનાં રોડના કામો સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે ત્યારે ઓફીસ માં માત્ર અધિક મદદનીશ ઇજનેર અને વર્ક આસિસ્ટન્ટ દ્વારા આ કરોડો રૂપિયાના કામો નું મોનીટરીંગ કરવામાં આવશે.નિયમ મુજબ એક કર્મચારી ને રોડ સાઈડ પર અને એક કર્મચારી ને ડામર પ્લાન્ટ પર રેહવાનું હોય છે ત્યારે આટલા ઓછા કર્મચારી એ કામ ગુણવતા યુક્ત કંઈ રીતે થતું હશે એ પણ એક પ્રશ્ન છે .
આ વિસ્તાર માં અનેક કામો મંજૂર થયા છે અને ગયા વર્ષ માં પણ અનેક રોડ રસ્તા ના કામો થયા છે.ત્યારે આ બધા કામો માં ભષ્ટાચાર થયો હોય એવી આશંકા છે.ભષ્ટાચાર અને ગુણવતા ની તપાસ થવી જોઈએ એવી રસિક ચાવડા એ માંગ કરી છે . અને હાલ સ્ટાફ ની ધટ સાથે લાખો રૂપિયા ના માર્ગ અને મકાન વિભાગ ( સ્ટેટ ) ના કામો બિન અનભવી કે રોજમદાર આઉટસોર્સીંગ કર્મચારીઓની દેખરેખ નીચે કામ થાય છે તો જવાબદાર કર્મચારી અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે અને નાણાકીય વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ ના થયેલ કામોની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.
