• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*તપોવન કોમર્સ સ્કૂલ જેતપર (મોરબી)*

*શિક્ષણની સાથે પ્રેકટીકલ પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહેતી એકમાત્ર રેસિડેન્સીઅલ કોમર્સ સ્કૂલ*

 

તપોવન કોમર્સ સ્કૂલ દ્વારા અજંતા ઇન્ડિયા લમિટેડ તથા Lioli ceramic pvt. Ltdની મુલાકાત કરવામાં આવી હતી.

 

નળિયું,તળિયું અને ઘડિયું નાં સૂત્ર થી પ્રખ્યાત એવા આપણા મોરબી નું નાક ગણાતો ઉદ્યોગ એટલે સીરામિક અને કલોકઉદ્યોગ.જેમણે દેશના ઘણા રાજ્યોને મોટી રોજગારી પુરી પાડી છે , વિશ્વ કક્ષાએ પોતાનું નામ ઉજ્જવળ કર્યું. જેમનો દેશ ની અર્થવ્યવસ્થા માં પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. આવા ઉદ્યોગ થી પરિચિત કરવા હરહંમેશ ની જેમ મોખરે રહેતી જેતપરની તપોવન કોમર્સ સ્કૂલનાં ધોરણ ૧૧-૧૨ કોમર્સ નાં વિદ્યાર્થીઓએ અજંતા કલોક તથા Lioli Ceramicની મુલાકાત લીધી અને અનેક પ્રકારની જ્ઞાનસભર માહિતી મેળવી.

 

કંપની વિઝીટનો હેતુ…

કંપની વિજીટ થકી વિદ્યાર્થીઓ ને કંપની ની સ્થાપના, કાર્યપદ્ધતિ, સક્સેસ સ્ટોરી, મેનેજમેન્ટ, ઉત્પાદન, માર્કેટિંગ વગેરે આયામો થી માહિતગાર કરવામાં આવે છે, જેથી તેમના વિચારો ને નવી દિશા મળે અને પોતાના સપનાઓ સાકાર કરવામાં મદદરૂપ થાય.

 

અજંતા ઇન્ડિયા લમિટેડના તથા Lioli Ceramic નાંહોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્સ, ખરીદી, ફાઈનાન્સિયલ, પ્રોડક્શન વગેરે ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિ થી માહિતગાર કરાવવામાં આવ્યા અને ભવિષ્યમાં સફળ બિઝનેસમેન કઈ રીતે બનવું તેના વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી.

 

તપોવન કોમર્સ સ્કૂલ ના પ્રમુખ જીતુભાઇ વડસોલા તેમજ સંચાલક વિજયભાઈ કાચરોલા અને અંકિતભાઈ રૈયાણી દ્વારા અજંતા ક્લોક તથા Lioli Ceramic ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.

Related posts

*મોરબીના માનવ અઘારાની અન્ડર ૧૯ માંકડ ટ્રોફી માટે પસંદગી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની સ્ટેટ ટીમ તરફથી રમવા જશે*

Hello Morbi

*HELLO MORBI: ઉપવન વિદ્યા મંદિર સ્કૂલ માં યોજાયો સૌરાષ્ટ્ર ના સોનેરી સ્થળો નો પ્રવાસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં ૧૬ દીવસ સુધી મહાપ્રસાદ માં સહયોગ અર્પણ કરી પુત્ર ના ૧૬માં જન્મદીવસ ની ઉજવણી કરતા પાટીદાર સમાજ અગ્રણી જયેશભાઈ દેત્રોજા.*

editor

Leave a Comment