• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા માં ક્રાઈમ રેટ માં ઘટાડો: રેન્જ આઈ જી સંદીપસિંહ*

મોરબી તા ૨૧ રાજકોટ રેન્જમાં આવતા જુદાજુદા જિલ્લામાં સમયાંતરે ક્રાઇમની સમિક્ષા કરવા માટે ઇન્સ્પેક્શન રાખવામા આવે છે તેવી જ રીતે આજે મોરબી જીલ્લામાં રેન્જ આઇજીની હાજરીમાં માળીયા અને ટંકારા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબી જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે પત્રકાર પરિષદ રખવામાં આવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં હત્યા, લૂંટ, ઘરફોડ ચોરીના ગુનામાં ઘટાડો થયો છે અને હથિયાર, જુગાર તેમજ દારૂના વધુ ગુના શોધવામાં પોલીસને સફળતા મળી છે

 

મોરબી જીલ્લામાં પોલીસની કામગીરીનું ઇન્સ્પેક્શન અને સમીક્ષા માટે રેન્જ આઇજી સંદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા એસપી કચેરી ખાતે કરવામાં આવી હતી ત્યાર બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, મોરબી જિલ્લાની અંદર હત્યાના ગુનામાં ૪૨ ટકાનો ઘટાડો થયો છે તેવીજ રીતે લૂંટના ગુનામાં ૭ ટકા, ઘરફોડ ચોરીના ગુનામાં ૧૦ ટકા, શરીર સંબંધી ગુનામાં ૧૧ ટકા અને ફેટલ અકસ્માતના ગુનામાં ૭ ટકાનો ઘટાડો થયો છે જો કે, પોલીસ દ્વારા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જીલ્લામાં હથિયારના ૪૨ ટકા, જુગારના ૧૨ ટકા અને દારૂના ૧૫ ટકા ગુના વધુ શોધવામાં આવેલ છે અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગુનેગારોને ડામવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે તેવું પણ રેન્જ આઇજીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ

Related posts

*HELLO MORBI:મોરબી જીલ્લામાં “સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી પોલીસ*

editor

દેશભરમાં દ્વિચક્રી વાહનચાલકો માટે BIS પ્રમાણિત હેલ્મેટ ફરજિયાત થશે

Hello Morbi

*HELLO MORBI:વેરાવળના ડોક્ટરને મરવા મજબુર કરનારા ઈસમોને બેનકાબ કરી આરોપીઑને સખત નશ્યત પહોચાડવા ટંકારામાં આવેદનપત્ર પાઠવાયુ*

editor

Leave a Comment