• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અમદાવાદ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઇઝી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ચેરિટી શો ૨૦૨૧ યોજાયો*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

 

 

અમદાવાદ ના મેરિગોલ્ડ રેસ્ટોરન્ટ બેક્વેટ હોલ ખાતે ગત ૧૫મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઇઝી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ચેરિટી શો ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઇઝી હેલ્પ ફાઉન્ડેશન નાં ટ્રસ્ટી દિલિપભાઇ શર્મા, જૈન દેરાસર નાં ટ્રસ્ટી રોહિતભાઇ શાહ, હાસ્ય કલાકાર અરવિંદભાઇ શુક્લા, સમાજ સેવા કેન્દ્ર નાં સોનલબેન ડાંગરીયા તથા સેલિબ્રિટી મેનેજર મિલાપ ટાટારિઆ ટાઇગર નાં વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી ચેરિટી શો ૨૦૨૧ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ચેરિટી શો માં ૩૦ થી પણ વધું જેમ કે, લોકગાયક ભાવિકભાઇ બારોટ, લોકગાયિકા હિરલબેન બારોટ, અભિનેત્રી જીજ્ઞા ગોસ્વામી, નિલમ પ્રજાપતિ, ચાંદની પરમાર, વિશ્વા સુથાર, ઈન્દિરાબેન સોલંકી, અભિનેતા આશિષ ચૌધરી, રાજન નિનામા, સવજીભાઈ મેવાડા, ડાન્સર સલીમભાઈ નગોરી, બાળ કલાકાર હિર ચૌહાણ, ફિલ્મ ડિરેક્ટર જગદીશભાઈ શોની વગેરે નામી-અનામી કાલાકરો ઉપસ્થિત રહ્યાં હતાં અને સમાજ સેવા કેન્દ્ર નાં સોનલબેન ડાંગરીયા ( પ્રેસિડેન્ટ ઓફ રાજકોટ ) વિશેષ ઉપસ્થિત રહી ક્રાયૅકમ ને આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. જેઓને મોમેન્ટો થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સાથે સાથે કલાકારોએ પોતાની સંગીત, નૃત્ય કલાનું કામણ પાથરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યાં હતાં અને સાથી કલાકારોએ દેશભક્તિ નાં ગીતો રજૂ કરી અનોખો સંગીત રસ થાળ કઠીલા સાદ વડે પીરસ્યો હતો તેમજ ગાંધીનગર ટે્ક્વોન્ડો એસોસિયેશન ની ટીમે પણ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું. જેનું સંપૂર્ણ સંકલન ગાંધીનગર ટે્ક્વોન્ડો એસોસિયેશન નાં ચીફ કોચ, ડિરેક્ટર જતીન ભાઇ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ચેરિટી શો ૨૦૨૧ ને સફળ બનાવવા માટે સેલિબ્રિટી મેનેજર મિલાપ ટાટારિઆ ટાઇગર નો સહકાર સફળતા ભેર ઉજવવામાં આવ્યો છે જે સમગ્ર ક્રાયૅકમ માં હાજર રહેલા વિવિધ મહા અનુભવો નામી અનામી મહેમાનો તસ્વીરમાં નજરે પડે છે.

Related posts

*HELLO MORBI:એક ભારત શ્રેષ્ઠ ભારત ”* *યોજના અંતર્ગત છત્તીસગઢ રાજયની પોલીસ મોરબી જીલ્લામા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને “દિવ્ય ભાસ્કર ઇમિનેન્સ એવોર્ડ 𝟐𝟎𝟐𝟓”થી સન્માન બોલિવૂડ એક્ટ્રેસ અમ્રિતા રાવના હસ્તે ગૌરવપૂર્ણ પુરસ્કાર વિતરણ*

editor

*ડીસાની જલારામ સદભાવના યાત્રાનું ધાનેરા જલારામ મંદિરે શાનદાર સ્વાગત કરાયું*

Hello Morbi

Leave a Comment