• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે અરજી કરવાની તારીખ ૧૯ ઓક્ટોબર સુધી લંબાવાઇ*

સરકારશ્રી દ્વારા (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ (૨) દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને (૩) દિવ્યાંગ વ્યક્તિઓને પગભર કરવાની કામગીરી કરતા પ્લેસમેંન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે.

 

જે અન્વયે દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીશ્રીઓ/નોકરીદાતાઓ અથવા પ્લેસમેન્ટ ઓફિસરોએ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને, (રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહે છે) જરૂરી દસ્તાવેજો સાથે, બે નકલમાં તા.૧૯/૦૯/૨૦૨૨ સુધીમા રોજગાર વિનિમય કચેરી, જિલ્લાસેવા સદન રૂમ નં. ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબીને રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં એક માસની મુદ્દત વધારવામાં આવી છે. હવે આ અરજી ૧૯/૧૦/૨૦૨૨ સુધીમાં કરાવી શકાશે. અધુરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહી.

 

જરૂરી ફોર્મ વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા રોજગાર વિનિમય કચેરી ખાતેથી વિના મુલ્યે મળી શકશે તેવું મોરબી રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*કોંગ્રેસ પક્ષના રાજ્ય વ્યાપી ધરણા ના કાર્યક્રમ ના ભાગરૂપે જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જોડિયા ખાતે કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: ઝીંઝુડા,ફડસર થી આમરણ સુધીનો રસ્તો બિસ્માર;તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માંગ*

editor

*મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય નું ઉદઘાટન સાંસદ મોહનભાઈ કુંડારિયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment