અહેવાલ: નૈમિષ સેજપાલ


શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી ડી. એન. નંદાસણાએ જણાવેલ કે ભૂતપૂર્વ વિધાર્થીઓએ શાળાનું ઋણ સ્વીકારી મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલય તથા સ્ટાફ નું નામ ઉજાગર કરેલ છે.
કે.પી. મેવાએ શાળાની સ્થાપના સંચાલન તથા મકાન બાંધકામમાં
સ્વ.બુધદેવભાઈ પી કંસારાએ આપેલ યોગદાનને યાદ કરેલ. અને તેમની સેવાને બિરદાવેલ. શાળાને સ્થાપના 19 59 માં થયેલ શાળાનું પોતાનું મકાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના તથા દાતાઓના સહયોગથી 1993 માં બનેલ. સ્વ.બુધદેવભાઈ પી કંસારાએ સતત 40થી વઘુ વર્ષ શાળાના વિકાસ માંટે જહેમત ઉઠાવેલ છે. શાળાને 63 વર્ષ પૂરા થયેલ છે શાળામાંથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી બનાવેલ છે. અને સમાજમાં ટોચના સ્થાને બિરાજે છે સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા પણ શ્રી મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
કોમ્પ્યુટર દાતા ઉદ્યોગપતિ જગદીશભાઈ પનારા એ જણાવેલ કે આજે મારી જે પ્રગતિ થયેલ છે તે શાળાના માંથી મેળવેલ શિક્ષણ અને શિક્ષકોએ આપેલ સંસ્કારને કારણે થયેલ છે અમો એ શાળાનું ઋણ સ્વીકારી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા પ્રયત્ન કરેલ છે. વિદ્યાર્થીઓને મોબાઈલના દુરુપયોગ અને વ્યસનથી બચવા અનુરોધ કરેલ.
દાતા જગદીશભાઈ કકાસણીયાએ જણાવેલ કે અમારા વિકાસના પાયામાં આ શાળામાં મેળવેલ શિક્ષણ છે. વિદ્યાર્થીઓને વધુમાં વધુ મહેનત કરી આગળ વધવા અનુરોધ કરેલ.
દાતા કનૈયાલાલ બી. શેઠે જણાવેલ કે મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલય તો બગીચો છે તેમાં અમારા જેવા અનેક પુષ્પો ખીલેલા છે. અને સમાજમાં શાળાની સુવાસ ફેલાવી રહ્યાં છે . અમો જે કાંઈ છીએ તે શાળા થકી છીએ. વિદ્યાર્થીઓને હાર્ડવર્ક કરવા અનુરોધ કરેલ .
ટંકારા ના સરપંચ અને શાળાનાં ભુતપૂર્વ વિધાર્થી ગોરધનભાઇ ખોખાણી એ જણાવેલ કે હું જાહેર મંચ પરથી પ્રથમ વખત બોલી રહ્યો છું. શાળા માટે ઉપયોગી થતા મને આનંદ થશે.
પાંજરાપોળ ના વ્યવસ્થાપક રમેશભાઇ ગાંધીએ જણાવેલ કે શ્રી મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલય ની સ્થાપના થી આજ સુધી શિક્ષકો, સ્ટાફ શાળાને, વિધાર્થીઓને સમર્પિત મળેલ છે. આ શાળાનાં શિક્ષકો સમાજના સન્માનીય વ્યક્તિઓ છે. શિક્ષણ માં શાળાનું નામ ગૌરવવંતું છે.
પ્રમુખ હસમુખભાઇ કંસારા એ દાતાઓનો આભાર માનેલ. અઘ્યક્ષ રામદેવજી એ વિધાર્થીઓને કોમ્પ્યુટર ના ઉપયોગ કરી આગળ વધવા અનુરોધ કરેલ.
કાર્યક્રમ નું સંચાલન દિલીપભાઈ ભાલોડીયા
અને આભાર વિધિ પ્રશાંતભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ. દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.

