• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: માળિયા ના કોબાવાઢ વિસ્તાર માં માતા પુત્ર ની કરપીણ હત્યા*

માળિયા તા ૨૮ માળિયા ના કોબાવાઢ વિસ્તાર માં માતા પુત્ર ની કરપીણ હત્યા ના સમાચાર પ્રાપ્ત થઈ રહાછે

વિગત થી વાત કરિયેતો માળીયા મિયાણાના કોબા વાંઢ વિસ્તારમાં બે પરિવાર વચ્ચે ભેંસ ચરાવવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટ ઉગ્ર બનતા મામલો બેવડી હત્યા સુધી પહોંચી જતા ભારે ચકચાર મચી ગઇ હતી. જેમાં બન્ને પરિવાર વચ્ચે હિસંક અથડામણ થતા એક પરિવારના માતા પુત્રની લોથ ઢળી ગઈ હતી. માતા-પુત્રની હત્યાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે અને એક આરોપી હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

માળીયામાં થયેલ બેવડી હત્યા અંગે પ્રાપ્ત વિગતો મુજબ માળીયાના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ કોબા વાંઢ વિસ્તારમાં આજે શેઢે ભેંસ ચરાવવા બાબતે બે પરિવાર વચ્ચે ડખ્ખો થયા બાદ મામલો ઉગ્ર બનતા બન્ને પરિવાર વચ્ચે હથિયારો સાથે બઘડાટી બોલી ગઈ હતી. આ સશસ્ત્ર મારામારીમાં ગંભીર ઇજા થતાં ઝરીનાબેન ઈશુભાઈ મોવર (ઉ.વ.45) અને તેમના પુત્ર હબીબભાઈ ઈશાભાઈ મોવર (ઉ.વ.22 બને રહે કોબા વાંઢ માળીયા)ને ગંભીર ઇજા થતાં બન્નેના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. બાદમાં બન્નેની લાશને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

આ બેવડી હત્યા ના બનાવની જાણ થતાં માળીયા પીએસઆઇ જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મૃતકનો કૌટુંબિક ભત્રીજો શાહરુખ મોવર સહિતનાંએ હથિયાર વડે હુમલો કરતા માતા પુત્રની હત્યા થઈ હોવાનું તારણ છે. આ બનાવને પગલે માળીયા પોલીસ સઘન તપાસ ચાલવીને હાલ એક આરોપીને સંકજામાં લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબીમાં માત્ર ની ૧૧ વર્ષની દીકરી આમેનાબાનુ એ રમાજાન માસનાં ૨૯ રોઝા રાખી અલ્લાહ ની ઈબાદત કરી*

editor

*HELLO MORBI:સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના નવનિયુક્ત હોદેદારોનું પરશુરામ ધામ ખાતે સન્માન કરાયું*

editor

*HELLO MORBI NEWS: મોરબી: દશનામ ગોસ્વામી સમાજવાડી લીલાપરરોડ ખાતે જ્ઞાતિના તેજસ્વી તારલા ઓનું સન્માન કરાશે*

editor

Leave a Comment