• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના લીલાપર ગામની સીમમાંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ : રૂ.૪૦;૫૧;૮૦૦ લાખના દારૂ સાથે એક ની અટકાયત*

મોરબી તા ૨૯ : મોરબીના લીલાપર ગામની સીમમાં ગોડાઉન ભાડે રાખી દારૂનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી રૂપિયા 40,51,800ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લઈ વિદેશી દારૂની 8988 બોટલ કબ્જે કરી ત્રણ આરોપીઓના નામ ખોલવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના સુરેશભાઈ હુંબલ, સંજયભાઈ રાઠોડ અને વિક્રમભાઈ કુગસિયાને મળેલી બાતમીને આધારે લીલાપર ગામની સીમમાં રાધેપાર્ટી પ્લોટ પાછળના ભાગે આવેલા ગોડાઉનમાં દરોડો પાડતા ગોડાઉનમાંથી (1.) ઓલ સીઝન ગોલ્ડન વ્હીસ્કીની 2016 બોટલ કિંમત રૂપિયા 12, 09,600 (2.) રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 1320 બોટલ કિંમત રૂ.6,86,400 (૩.) મેકડોવેલ નંબર વન વ્હીસ્કીની 4200બોટલ કિંમત રૂપિયા 15,75,000 અને રોયલ સ્ટગ વ્હીસ્કીની 1452બોટલ કિંમત રૂપિયા 5,80,800 સહિત કૂલ રૂપિયા 40,51, 800નો મુદ્દામાલ મળી આવતા આરોપી મિત વિજયભાઈ ચૌહાણ, રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

વધુમાં એલસીબી ટીમે દારૂના જથ્થા સાથે પકડાયેલા શખ્સની પૂછપરછમાં દારૂના આ કાળા કારોબારમાં આરોપી દીપકસિંહ ખોડુભા વાધેલા, રહે. નાની બજાર મોરબી, ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા, રહે. લજાઈ અને ચેતનસિંહ રવીન્દ્રસિંહ ચૌહાણ, રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર, શનાળા રોડ વાળાના નામ ખુલતા ત્રણેયને ફરાર દર્શાવી મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

 

આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એન.એચ.ચુડાસમા, પીએસઆઇ એ.ડી.જાડેજા તેમજ એલસીબી, પેરોલ ફરલો સ્ક્વોડ સહિતની ટિમ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:નવયુગ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સૈનિકોની રક્ષા માટે આજરોજ રાખડી મોકલવામાં આવી હતી*

editor

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર જયંતિભાઈ પટેલે કર્યુ મતદાન* 

Hello Morbi

*રાજકોટમાં બ્લડ ડોનેટ કેમ્પમાં વાંકાનેર ના ગારીડા થી રાજકોટ બ્લડ ડોનેટ કરવા મુસ્તુફા ઉર્ફે બગા બાપુ પહોંચ્યા અને 138 મી વખત કર્યું રક્તદાન!!!*

Hello Morbi

Leave a Comment